1. Home
  2. ગુજરાતી
  3. આર્જેન્ટિનાના વિદેશ મંત્રીએ મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી
આર્જેન્ટિનાના વિદેશ મંત્રીએ મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી

આર્જેન્ટિનાના વિદેશ મંત્રીએ મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી

0
Social Share

દિલ્હી:આર્જેન્ટિનાના વિદેશમંત્રી સેન્ટિયાગો કેફિરોએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી હતી.કેફિરો ભારતની અધ્યક્ષતામાં G20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીની મુલાકાતે છે.

આર્જેન્ટિનાના વિદેશ મંત્રી પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા.ગયા મહિને, આર્જેન્ટિનાની ઉર્જા કંપની YPFના ચેરમેન પાબ્લો ગોન્ઝાલેઝે મોદીને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમની જર્સી ભેટમાં આપી હતી, જેમાં તેમના કેપ્ટન લિયોનેલ મેસીનું નામ અને તેના પર તેમનો નંબર 10 છપાયેલો હતો.

ઉલ્લેખનીય છે કે,ગયા વર્ષે ડિસેમ્બરમાં મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ કતારમાં ફ્રાંસને હરાવીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code