1. Home
  2. ગુજરાતી
  3. જરૂરત પડશે તો એલઓસી પાર કરીશું, પાકિસ્તાનને જનરલ બિપિન રાવતની ચેતવણી
જરૂરત પડશે તો એલઓસી પાર કરીશું, પાકિસ્તાનને જનરલ બિપિન રાવતની ચેતવણી

જરૂરત પડશે તો એલઓસી પાર કરીશું, પાકિસ્તાનને જનરલ બિપિન રાવતની ચેતવણી

0
  • બોર્ડર પર સંતાકૂકડીનો ખેલ વધુ ચાલશે નહીં : જનરલ રાવત
  • પાકિસ્તાન આતંકીઓને કરી રહ્યું છે કંટ્રોલ: જનરલ રાવત
  • પાકિસ્તાનને કાશ્મીરના માહોલનો દુરુપયોગ કરવા દેવાશે નહીં: જનરલ રાવત

નવી દિલ્હી : આતંકીઓ સતત ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા છે. તેવામાં બોર્ડર પર જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું આવી સ્થિતિ સંદર્ભે નિવેદન સામે આવ્યું છે. તેમણે ક્હયુ છે કે બોર્ડર પર સંતાકૂકડીનો ખેલ વધુ દિવસો સુધી ચાલશે નહીં. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે જો જરૂરત પડશે, તો એલઓસી પાર કરવામાં આવશે.

જનરલ રાવતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે ભારત પાકિસ્તાનને કાશ્મીરના માહોલનો દુરુપયોગ કરવા દેશે નહીં. તેમણે ક્હ્યુ છે કે પાકિસ્તાન આતંકવાદીઓને કંટ્રોલ કરે છે. હવે વધારે સમય સુધી સીમા પર સંતાકૂકડીનો ખેલ ચાલી શકશે નહીં. જો જરૂરત પડશે તો અમે સીમા પર પણ કરી દઈશું. પછી ચાહે તે હવાઈ માર્ગે હોય અથવા જમીન માર્ગે.

જનરલ રાવતે કહ્યુ છે કે કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ જે પ્રકારે પાકિસ્તાન ત્યાં ખુલ્લેઆમ જેહાદીની વાત કરી તે આતંકવાદને સમર્થનની મૌન સ્વીકૃતિ છે. પાકિસ્તાનમાં આતંકી કેમ્પો ચાલી રહ્યા ચે. તેને તેઓ માત્ર એક સ્થાનથી બીજા સ્થાન પર શિફ્ટ કરી રહ્યા છે.

તો પાકિસ્તાનની પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ધમકીઓ પર જનરલ રાવતે કહ્યુ છે કે પરમાણુ હથિયાર યુદ્ધ લડવાના હથિયાર છે જ નહીં, પરંતુ નિવારણના હથિયાર છે. પાકિસ્તાને આવા દાવા કરતા પહેલા એ વિચાર્યું છે કે વૈશ્વિક સમુદાય યુદ્ધ માટે તેમને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવા દેશે અથવા નહીં. પાકિસ્તાનના આવા નિવેદનોથી એ સ્પષ્ટ છે કે તેનામાં રણનીતિક હથિયારોના ઉપયોગની કેટલી સમજ છે.

જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન ભારતમાં હિંસા ફેલાવવાની ફિરાકમાં છે. તેના માટે તેઓ યુવાવર્ગને ભડકાવવાની યોજના બનાવી રહ્યા છે અને તેના માટે કેટલાક લોકોને પાકિસ્તાન સીમા પાર કરાવવાની મનસા ધરાવે છે. તેમણે કહ્યુ છેકે 5 ઓગસ્ટ બાદ ઘૂસણખોરીની કોશિશોમાં વધારો થયો છે. તેમણે કહ્યુ છે કે હાલ અમારો ઉદેશ્ય ઘૂસણખોરીની કોશિશોને નિષ્ફળ કરીને કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપિત કરવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code