1. Home
  2. revoinews
  3. આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી
આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

0
Social Share

બનાસકાંઠા, 3 ફેબ્રુઆરી, 2026 – Banas dairy ગુજરાત વિધાનસભા અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “Youth Immersion Programme (3rd Edition 2026)” અંતર્ગત આસામના ૨૯ સભ્યોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી.

આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ અને પાંચ પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની જીવાદોરી સમાન બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ એશિયાના સહકારી માળખાની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી.

આસામના પ્રતિનિધિમંડળે બનાસ ડેરીના અત્યાધુનિક પ્લાન્ટ્સની મુલાકાત દરમિયાન ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને ચરિતાર્થ કરતા ‘બનાસ મોડેલ’ને નજીકથી નિહાળ્યું હતું. ડેરીનું સંચાલન, દૂધ એકત્રીકરણની પદ્ધતિ અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે પ્રતિનિધિઓએ ઊંડો રસ દાખવીને માહિતી મેળવી હતી.

પ્રતિનિધિમંડળના પ્રતિભાવ

આ પ્રસંગે આસામની બોડોલેન્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થીની અનફોરી વારીએ જણાવ્યું અમે અહીં ‘યુથ ઈમર્સન’ પ્રોગ્રામ હેઠળ આવ્યા છીએ, જે આસામ અને ગુજરાત વિધાનસભા દ્વારા સંયુક્ત રીતે આયોજિત વિદ્યાર્થીઓ માટેનો એક શૈક્ષણિક પ્રવાસ છે. આજે અમારા પ્રવાસનો ત્રીજો દિવસ છે અને અમને બનાસ ડેરીની મુલાકાત લીધી છે.

અહીં અમને પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર અને સમગ્ર ભારતમાં તેના યોગદાન વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મળી છે. અહીં બનતી અમૂલ આઈસ્ક્રીમ જેવી ડેરી પ્રોડક્ટ્સ તો અમે નાનપણથી ખાધી છે, પરંતુ આજે એ જાણીને આનંદ થયો કે અહીં ખાદ્ય તેલ અને બટાકાની બનાવટો પણ તૈયાર થાય છે, જે આસામ સુધી સપ્લાય કરવામાં આવે છે. આ તક બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Assam delegation visits Asia's largest Banas dairy
Assam delegation visits Asia’s largest Banas dairy

આસામની ગુવાહાટી યુનિવર્સિટીના વિદ્યાર્થી ઋષિકેશ નાથે જણાવ્યું કે, અમારા પ્રવાસના ત્રીજા દિવસે અમે બનાસ ડેરીની મુલાકાત લીધી, જે મારા માટે એક અદભૂત અનુભવ રહ્યો છે. અહીં આવીને અમને જાણવા મળ્યું કે, કેવી રીતે નાના ખેડૂતોએ સાથે મળીને એક વિશાળ સહકારી માળખું ઊભું કરવામાં આવ્યું છે અને ‘અમૂલ’ જેવી ગ્લોબલ બ્રાન્ડ સફળતાના શિખરો સર કરી રહી છે.

આ કાર્યક્રમ દ્વારા અમને ઘણું નવું શીખવા અને પ્રેરણા મેળવવાની તક મળી છે. તેમણે આસમ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષો તેમજ બનાસ ડેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આસામની કોટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અંકુર બર્મને જણાવ્યું કે, અમને બનાસ ડેરીના ગૌરવશાળી ઇતિહાસ અને તેના સંચાલન વિશે ખૂબ જ ઝીણવટભરી માહિતી મળી, જે ખરેખર પ્રેરણાદાયી છે. ખાસ કરીને ખેડૂતો અને મહિલા સશક્તિકરણ માટે બનાસ ડેરી જે રીતે કાર્ય કરી રહી છે અને તેમને પ્રોત્સાહન આપી રહી છે તે જાણીને મને ખૂબ આનંદ થયો.

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી તેની આવકનો ૮૨ ટકા જેટલો મોટો હિસ્સો સીધો દૂધ ઉત્પાદકો એટલે કે ખેડૂતોના હાથમાં જાય છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ યુવા પ્રતિનિધિઓ ગુજરાતના સહકારી ક્ષેત્રની સફળતા અને ગ્રામીણ અર્થતંત્રના મજબૂત માળખાથી માહિતગાર થાય તે હતો.

આ પણ વાંચોઃ જુઓ VIDEO: ધારી-અમરેલી માર્ગ ઉપર 11 સિંહ-સિંહણ અને સિંહબાળ આરામથી પસાર થયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code