વિધાનસભા ચૂંટણી પરિણામ: કેરલમમાં કોંગ્રેસ 100 બેઠકોની નજીક પહોંચી
કોચી, 4 મે 2026: બંગાળ, તમિલનાડુ, પુંડુચેરી અને અસમની સાથે કેરલમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, કેરલમની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે રાહત સમાન રહ્યાં છે. 140 બેઠકો ધરાવતી કેરલમ વિધાનસભાની 99 જેટલી બેઠકો ઉપર હાલ કોંગ્રેસ અને ગંઠબંધન આગળ ચાલી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લેફ્ટનું ગઢ ગમાતા કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે.
કેરલમ વિધાનસભાની 140 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. તેમજ પ્રારંભથી જ કોંગ્રેસ ગઠબંધન હરીફ લેફ્ટ ગઠબંધનથી આગળ હતી. હાલ કોંગ્રેસ ગઠબંધન 99 બેઠકો ઉપર આગળ છે. જ્યારે લેફ્ટ ગઠબંધન 39 બેઠકો ઉપર આગળ છે જ્યારે બે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. આ પરિસ્થિતિને જોતા કેરલમમાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર બને તેવી શકયતા છે. બીજી તરફ સીએમ પિનારાઈ વિજ્યન ધર્માદોમ ઉપર પાછળ ચાલી રહ્યાં હતા. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વી.પી. અબ્દુલ રહીશ 3000 હજાર વોટછી આગળ હતા. કેરલમમાં કોંગ્રેસની જીતને જોતા મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પાર્ટી કાર્યાલય પહોંચ્યાં હતા. તેમજ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસની જીતને જોઈને ઉજવણી કરી હતી. કેરલમમાં સરકાર બનાવવા માટે 71 બેઠકો જોઈએ, જ્યારે હાલ કોંગ્રેસ 99 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. આ જોતા સત્તા પરિવર્તન સાથે કોંગ્રેસ ગઠબંધન કેરલમમાં સરકાર બનાવે તેવી શકયતા છે.


