1. Home
  2. ગુજરાતી
  3. મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ
મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ

મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ

0
Social Share

કોલકાતા, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને બંગાળમાં સત્તાપરિવર્તન થાય તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાની સરકાર બનતી જોવા મળી રહી છે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમજ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ખાસ અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે.

મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના ચૂંટણી એજન્ટ અને ઉમેદવારોને અપીલ કરી છે કે, કોણ પણ પરિસ્થિતિમાં મતગમતરી છોડતા નહીં, મે બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, બે-ત્રણ રાઉન્ડમાં તેઓ ભાજપને આગળ બતાવશે અને આપણને પાછળ પાડશે. પરંતુ અંતે આપણે જ જીતીશું, એટલે હતાશ થવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે, કેટલીક જગ્યાએ બે કે ત્રણ રાઉન્ડ બાદ મતગણતરી રોકવામાં આવી છે, જે યોગ્ય નથી. કેન્દ્રીય સુરક્ષાદળોના જોરે ટીએમસીના કાર્યકરો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, કાર્યાલય પણ તોડવામાં આવી રહ્યાં છે. એસઆઈઆરમાં તેઓ પહેલા જ ગડબડી કરી ચૂંક્યાં છે, ચૂંટણીપંચ પોતાની મનમાની રહ્યું છે, આપણી પોલીસને પણ કેન્દ્રીય એજન્સીઓના આધીન કામ કરવુ પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પરિણામ: કેરલમમાં કોંગ્રેસ 100 બેઠકોની નજીક પહોંચી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code