વિધાનસભા ચૂંટણીઃ બંગાળમાં ભાજપા અને તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી આગળ
નવી દિલ્હી, 4 મે 2026: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધઈ રહી છે પ્રાથમિક તારણો અનુસાર પશ્ચિમ બંગાળમાં ભાજપા બહુમત નજીક પહોંચી ગઈ છે, પશ્ચિમ બંગાળમાં ભાજપા હાલ 145થી વધારે બેઠકો ઉપર આગળ છે. જ્યારે તમિલનાડુમાં ફિલ્મ અભિનેતા વિજ્યએ સીએમ સ્ટાલિના ગઢમાં ગાબડુ પાડ્યું છે. વિજ્યની પાર્ટી 100 થી વધારે બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે અસમ અને પુંડુચેરીમાં ભાજપા વધારે બેઠક ઉપર હાલ આગલ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. આવી જ રીતે તમિલનાડુ, અસમ, કેરલમ અને પોંડુચેરી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળની 293 બેઠકો માટે, તમિલનાડુની 234, અસમની 126, કેરલમની 140 અને કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી વિધાનસભાની 33 બેઠકો ઉપર મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ટીએમસી 92, ભાજપા 150, કોંગ્રેસ 02, એલએફ 02 બેઠક ઉપર આગળ છે. તમિલનાડુમાં ડીએમકે 51, એઆઈએમકે 71, ટીવીકે 103 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે કેરલમમાં લેફ્ટ 47, કોંગ્રેસ 89 બેઠક ઉપર આગળ છે. પુડુંચેરીમાં ભાજપા 22, કોંગ્રેસ 6 અને અન્ય એક બેઠક ઉપર આગળ છે. આવી જ રીતે અસમમાં ભાજપા 93, કોંગ્રેસ 30 અને અને અન્ય 3 બેઠક ઉપર આગળ ચાલી રહ્યાં છે. આમ હાલની સ્થિતિએ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુંચેરીમાં ભાજપા-એનડીએની સરકાર બને તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, હજુ મતગણતરી ચાલુ છે


