શિયાળામાં ત્વચા પર સાબૂનો યૂઝ ટાળો, નહી તો થઈ શકે છે સ્કિનની આ સમસ્યાઓ
શિયાળામાં ઘણા લોકો પોતાના ચહેરા પર સાબૂ લગાવતા હોય છે, જો કે ઠંડીની સિઝનમાં ચહેરા પર બને ત્યા સુધી સાબૂનો ઉપયોગ ટાળવો જોઈએ આ સાથે જ બને ત્યા સુધી ફેસવોશ પણ ન વાપરવું જોઈએ જો તમે ઈચ્છો તો બેસન કે બાજરી જૂવારનો લોટ વાપરી શકો છો.
સાબૂની જો વાત કરીએ તો સાબુમાં સોડિયમ લૉરિલ સલ્ફેટ નામનું રસાયણ હોય છે, જે ત્વચાને ડેમેજ કરે છે.આ રસાયણ ત્વચા માટે ખૂબજ નુકસાનકારક હોય છે. આ સહીત સાબુમાં કાસ્ટિક સોડા અને આર્ટિફિશીયલ ફ્રેગનેન્સ પણ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.
સામાન્ય રીતે આપણી સ્કિનશરીરના અન્ય ભાગોની ત્વચા કરતાં વધારે સેન્સિટિવ હોય છે, એવામાં સાબુમાં રહેલ રસાયણો ચહેરાને નુકસાન પહોંચાડે છે. ત્વચામાં ડ્રાયનેસ આવી શકે છે જેથી સાબૂનો ઉપયોગ ટાળો જોઈએ.
સાબુથી ત્વચા વોશ કરો છો તો તમારી ત્વચા ડ્રાય અને બેજાન બની શકે છે. સફેદ પ્રદાર્થ ચહેરા પર ઉઘડે છે.ત્વચા એસિડિક હોય છે, જ્યારે સાબુ અલ્કલાઈન બેઝ્ડ હોય છે. ત્વચાનું પીએચ લેવલ બગડી શકે છે. ત્વચા બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચી શકે છે.