1. Home
  2. ગુજરાતી
  3. ગરમીમાં ઘરે બનાવો આ કૂલિંગ ફેસ પેક, ચહેરો દેખાશે ચમકદાર 
ગરમીમાં ઘરે બનાવો આ કૂલિંગ ફેસ પેક, ચહેરો દેખાશે ચમકદાર 

ગરમીમાં ઘરે બનાવો આ કૂલિંગ ફેસ પેક, ચહેરો દેખાશે ચમકદાર 

0
Social Share
  • ચહેરાને આ રીતે બનાવો ચમકદાર
  • આ રીતે બનાવો કૂલિંગ ફેસ ફેક
  • ઉનાળામાં ત્વચાને આપે છે રાહત

ઉનાળાની ઋતુમાં ત્વચાની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઋતુમાં સ્કિન ડ્રાયનેસ,રેડ્નેસ અને ખંજવાળની સમસ્યા થાય છે. જેના કારણે તમારો ચહેરો ડલ લાગે છે.

લોકડાઉનને કારણે તમે પાર્લરમાં જઈને ફેસ પેક,કલીન્ઝ અને સ્ક્રબ્સ કરાવી શકતા નથી. એવામાં તમે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે ઘરે ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો. આ ફેસ પેક તમારી બેજાન ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથોસાથ ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. તો, ચાલો જાણીએ કે તમે ઘરે ફેસ પેક કેવી રીતે બનાવી શકો છો.

મીંટ ફેસ પેક

મીંટ એટલે ફુદીના ફેસ માસ્ક બનાવવા માટે ફુદીનાના પાનને સારી રીતે પીસી લો અને તેમાં હળદર અને પાણી મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી તેને પાણીથી ધોઈ લો.

મધ અને લીંબુનો ફેસ પેક

આ મિશ્રણ બનાવવા માટે લીંબુનો રસ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. પેસ્ટ સારી રીતે સૂકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. લીંબુ ત્વચામાં ક્લિનિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને મધ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

દહીં અને ચણાના લોટનો ફેસ માસ્ક

ઉનાળામાં દહીં અને ચણાના લોટનો ફેસ પેક લગાવવાથી ખૂબ ફાયદાકારક છે. આ બંને વસ્તુઓને સમાન માત્રામાં મિક્ષ કરી પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. થોડા સમય પછી પાણીથી ધોઈ લો.

ટમેટાનો ફેસ પેક

ટમેટા ફેસ પેક બનાવવા માટે ટમેટાની પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તે પેસ્ટમાં એક ચમચી મધ નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી તેને સારી રીતે સૂકવી લો અને તેને પાણીથી ધોઈ લો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code