1. Home
  2. ગુજરાતી
  3. બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત
બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

0
Social Share
  • યુવાનનું સારવાર દરમિયાન થયું મોત
  • કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા
  • ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો ઉપયોગ કરે છે. દરમિયાન રાજસ્થાનમાં બ્લ્યુ-ટુથ ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનનું મોત સંભવતઃ કાર્ડીક અરેસ્ટના કારણે થયાંનું મનાઈ રહ્યું છે. જો કે, મોબાઈલની બેટરી ફાટવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, દેશમાં પ્રથમવાર બ્લ્યુ-ટુથ ઈયરફોનની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે.

રાજસ્થાનની રાજધાની જયપુરના ઉદયપુરીયા ગામમાં એક યુવક કાનમાં બ્લૂટૂથ ઇયરફોન લગાવીને વાત કરી રહ્યો હતો. તે જ સમયે, કાનમાં લગાવેલો ઇયરફોનમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટના પગલે યુવાનના બંને કાનમાં ઉજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવાનનું નામ રાકેશ નાગર હોવાનું જાણવા મળે છે. હોસ્પિટલના ડોક્ટર એલ.એન રુંડલાએ જણાવ્યું કે કાનમાં ઈયર ફોનના વિસ્ફોટથી દેશમાં આ સંભવત પહેલો મામલો છે. જો કે યુવકનું મોત સંભવતઃ કાર્ડીક અરેસ્ટના કારણે થયાની શકયતા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે.

(Photo- File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code