SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી
પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે દૂરથી હાથ જોડીને નમસ્કાર કર્યાં હતા, જો કે, ફોટો પડાવતી વખતે આતંકવાદને સમર્થન મામલે પાકિસ્તાન તરફી ભારતની નાગાજગી જોવા મળી હતી, બંને વિદેશ મંત્રીઓ લગભગ બે ફૂટના અંતરે ઊભા જોવા મળ્યા. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કંઈક કહ્યું અને અંદર જવાનો ઈશારો કર્યો હતો.
એકંદરે, ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે આનાથી વધારે સંવાદ જોવા મળ્યો ન હતો. આના પરથી સમજી શકાય છે કે ભારત પડોશી દેશ પાકિસ્તાનને કોઈ મહત્વ આપવા માંગતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ SCOમાં સામેલ થવા માટે ગોવા આવવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાને કાશ્મીર મુદ્દે પણ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી.
આ પછી પણ ભારત આતંકવાદના મુદ્દે કડક વલણ અપનાવી રહ્યું છે અને પાકિસ્તાનને કોઈપણ પ્રકારની છૂટ આપવાના મૂડમાં નથી. બિલાવલના ઔપચારિક સ્વાગતથી આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ગુરુવારે ભારત આવતા પહેલા બિલાવલે એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું હતું કે હું SCO મીટિંગમાં ભાગ લેવા માટે ગોવા જઈ રહ્યો છું. આશા છે કે SCOની આ બેઠક તમામ સભ્ય દેશો માટે ફાયદાકારક રહેશે. જો કે, પાકિસ્તાનમાં પણ એક મોટો વર્ગ છે જે બિલાવલની ભારત મુલાકાતનો વિરોધ કરી રહ્યો છે.
એસસીઓમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આંમત્રણ આપવામાં આવતા પાકિસ્તાન સહિત દુનિયાના મોટાભાગના નેતાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે મહત્વની મીટીંગની ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, ભારતના વિદેશ મંત્રીએ આતંકવાદને પ્રાત્સાહન આપતા પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની મીટીંગ કે બેઠકનો આડકતરી રીતે ઈન્કાર કર્યો હતો. અતિથી દેવો ભયમાં માનતા ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું. જો કે, આ વખતે પણ પાકિસ્તાન તરફી ભારતની નારાજગી જોવા મળી હતી.