Homeગુજરાતીકર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને...

કર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને કરી ફરિયાદ

  • બીજેપીએ સોનિયા ગાંઘીની ફરિયાજ EC ને કરી
  • કર્ણાટકમાં વિવાદિત નિવેદનનો મામલો

દિલ્હીઃ- કોંગ્રેસ પક્ષ હંમેદા વિવાદોના વંટોળમાં ઘેરાતો પક્ષ છે રાહુલ ગાંઘી સામે અનેક ફરીયાદ થી ચૂકી છએ ત્યારે હવે રકોંગ્રેસના વરિષઠ નેતા સોનિયા ગાંઘી સામે પણ બીજેપી દ્રારા ઈસેક્શન કમિશનને ફરીયાદ કરવામાં આવી છે આ મામલો સોનિયા ગાંઘીનો ક્રમઆટકમાં પ્રચાર સાથે જોડાયેલો છે.

ભારતીય જનતા પાર્ટી સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક માટે ‘સાર્વભૌમત્વ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા અને તેમની પાર્ટીની માન્યતા રદ કરવાની માગણી સાથે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ ભાજપના પ્રતિનિધિમંડળે આ મુદ્દે કમિશનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. ફરિયાદ દાખલ કરનાર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ નિવેદનને આઘાતજનક અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સોનિયાએ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.

આ સાથે જ તેમણે સોનિયા ગાંધી સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.પાર્ટીએ કહ્યું, “કર્ણાટક ભારતના સંઘમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય રાજ્ય છે અને ભારતીય સંઘના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેનો કોઈપણ કોલ અલગતા માટે બોલાવવા સમાન છે અને તે ખતરનાક અને ઘાતક પરિણામોથી ભરપૂર છે.”

આ સહીત પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના નેતા તરુણ ચુગે પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટને ટાંકીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની માન્યતા રદ થવી જોઈએ. ભાજપે આ મુદ્દે સોનિયા ગાંધીના નિવેદનની નકલ પણ સુપરત કરી હતી.

શુ હતો મામલો જાણો

શનિવારે હુબલીમાં ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસે એક ટ્વીટમાં કહ્યું હતું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષે “6.5 કરોડ કન્નડ લોકોને મજબૂત સંદેશ આપ્યો છે”. પાર્ટીએ તેના ફોટો પણ શેર કરી છે, જેમાં તે જાહેર સભાને સંબોધતી જોવા મળી રહી છે.કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે જોખમ ઊભું કરવાની મંજૂરી આપશે નહીં.હવે આ નિવેદનને લઈને બીજેપીએ સોનિયા ગાંઘી સામે ફરીયાદ દાખલ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular