1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, ચાણક્ય ગણાતા અમિત શાહના બે દિવસ ધામા,
ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, ચાણક્ય ગણાતા અમિત શાહના બે દિવસ ધામા,

ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, ચાણક્ય ગણાતા અમિત શાહના બે દિવસ ધામા,

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપે ચૂંટણીની યુદ્ધની જેમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપના રણનીતિકાર એવા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. ભાજપે મીડિયા વોર રૂમ પણ કાર્યરત કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતા શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ શનિવારે  ગુજરાતની મુલાકાતે  આવી પહોચ્યા હતા. ચૂંટણી પ્રચારમાં હાલ ભાજપ સૌથી અગ્રતાક્રમે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શનિવારે ગુજરાત આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. એક જ અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દૌર આગળ વધારી રહ્યા છે. કમલમમાં પ્રદેશના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને જીત માટેની વ્યુહ રચના અને ઉમેદવારોની પસંદગી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સૌથી વધુ જોવા મળી રહી છે. એટલે અસંતોષને ડામવા ડેમેજ કન્ટ્રોલ માટે પણ નેતાઓને ખાસ જવાબદારી સોંપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈ તા. 27મી સપ્ટેમ્બરને મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધબારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા. ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો વચ્ચે પહોંચાડવા વધુ આક્રમકતાથી જવા સૂચનો જારી કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code