1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા

0
Social Share
  • સલમાન ખાનને ધનમકી મળ્યા બાદ સુરક્ષા વધારાઈ
  • અભિનેતાને મળી Y પ્લસ શ્રેણીની સુરક્ષા

મુંબઈઃ બોલિવૂડમાં ભાઈજાન તરીરે પોતાની ઓળખ બનાવનાર અભિનેતા સલમાન ખાનને થો઼ડા સમય પહેલા જામથી મારી નાખવાની ઘમકી મળી હતી જો કે ત્યાર બાદ પોલીસે એક્શન લઈને આરોપી સામે કાર્ય.વાહી પણ કરી હતી જો કે ફરી એક વખત અભિનેતાને ધમકી મળવાની ધઘટના બાદજ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન, જેમણે અગાઉ સ્વ-સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે અરજી કરી હતી, હવે મુંબઈ પોલીસ દ્વારા Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે કારણ કે અભિનેતાની જાનને જોખમ હોવાનું મનાઈ રહ્યું છે જેના કારણે આ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં  અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરને પણ આ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતાને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો પત્ર મળ્યા બાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.પંજાબી સિંગર સિદ્ધુ મૂઝ વાલાના મૃત્યુના થોડા દિવસો બાદ જ સલમાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી વાળો પત્ર મળ્યો હતો. સલીમ ખાનની સુરક્ષા ટીમને આ પત્ર તેમના મુંબઈના ઘરની બહાર બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડ પાસે મળ્યો હતો, જ્યાં તે તેના નિયમિત સવારના જોગિંગ માટે જતા હતા.

સલમાન ખાનને અત્યાર સુધી મુંબઈ પોલીસ તરફથી રેગ્યુલર પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હતું. જો કે, અભિનેતાને હવે Y+ સુરક્ષા કવચ આપવામાં આવશે.એટલે કે હવેથી દરેક સમયે તેની સાથે હથિયારધારી સુરક્ષાકર્મીઓ ઉપસ્થિત રહીન ેતેમની રક્ષા કરતા જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code