1. Home
  2. ગુજરાતી
  3. Boost Brain Power: મગજને તેજ બનાવવું છે, તો આ બ્રેન એક્સરસાઈઝ જરૂર કરો, વધી જશે યાદશક્તિ
Boost Brain Power:  મગજને તેજ બનાવવું છે, તો આ બ્રેન એક્સરસાઈઝ જરૂર કરો, વધી જશે યાદશક્તિ

Boost Brain Power: મગજને તેજ બનાવવું છે, તો આ બ્રેન એક્સરસાઈઝ જરૂર કરો, વધી જશે યાદશક્તિ

0
Social Share

નવી દિલ્હી: ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવા માટે તો દરેક કસરત અને વર્કઆઉટ છે. પરંતુ ફિઝિકલ હેલ્થની સાથે જ મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. વય વધવાની સાથે મોટાભાગે યાદશક્તિ નબળી પડવા લાગે છે. પરંતુ જો તમે આ ખાસ કસરતને સમય રહતે કરવાનું શરૂ કરી દેશો તો મેમોરી પાવરને વધારવામાં મદદ મળશે. તેની સાથે મગજને હેલ્ધી રાખી શકશો. જાણો કઈ કસરત છે જે મગજને હેલ્ધી અને તેજ રાખવામાં મદદ કરે છે.

મેડિટેશનની પ્રેક્ટિસ કરો-

મેડિટેશન કરવાથી સ્ટ્રેસ, એન્ક્ઝાયટી અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ મળે છે. મેડિટેશનથી મગજનો ન્યૂરલ પાથ ક્લિયર થાય છે. તેનાથી ફોક્સ કરવા, કોઈ ચીજને ઓબ્ઝર્રવ કરવા અને મેન્ટલ ફ્લેક્સિબિલિટીમાં મદદ મળે છે.

બીજા હાથનો ઉપયોગ કરો-

દરેક વ્યક્તિ એક હાથ પછી તે ડાબો હોય કે જમણો, તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જો તારે મગજને તેજ બનાવવું છે, તો ઓછા વપરાતા હાથનો ઉપયોગ કરો. આ હાથથી ડેલીના કામ જેવા કે બ્રશ કરવું, ભોજન, લખવું વગેરે કરો. આમ કરવાથી દિમાગના બંને પાર્ટ્સ એક્ટિવ થાય છે અને તમે વધારે ક્રિએટિવ રીતે વિચારી શકો છો.

બોર્ડ ગેમ્સ ટ્રાઈ કરો-

શતરંજ જેવી બોર્ડ ગેમને રમવાતી બોરિયત તો દૂર થાય છે, તેની સાથે દિમાગને પણ તેજ કરવામાં તે મદદગાર છે. તર્ક-વિતર્ક કરવાની ક્ષમતા વધારે વિકસિત થાય છે. પજલ ગેમ માઈન્ડને શાર્પ બનાવે અને વધારેમાં વધારે સમજવાની ક્ષમતાને વિકસિત કરે છે.

પુસ્તકો વાંચો-

નવા અને માહિતીવાળા પુસ્તકો વાંચવાથી માનસિક કસરત થાય છે. બુક રીડિંગથી દિમાગ નવી જાણકારીઓને યાદ કરવાની કોશિશ કરે છે. તેની સાથે સ્ટ્રેસ, એન્ક્ઝાયિટી અને ડિપ્રેશન પણ ઘટે છે.

નવી સ્કિલ શીખતા રહો-

જો તમારી ઉંમર વધવાની સાથે ડિમેન્શિયા, અલ્ઝાયમર જેવી સમસ્યાઓથી ગ્રસ્ત થવા નથી માંગતા. તો નવી સ્કિલ શીખવામાં બેદરકારી દાખવતા નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code