Homeગુજરાતીદેશ-વિદેશપટનામાં BPSC પરીક્ષા અને શિક્ષક ભરતી વિવાદ: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ...

પટનામાં BPSC પરીક્ષા અને શિક્ષક ભરતી વિવાદ: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

પટના, 28 ઓગસ્ટ 2026: બિહારની રાજધાની પટનામાં વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. 70મી BPSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ ગાંધી મેદાનથી રાજભવન અને મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. પ્રદર્શનકારીઓએ સુરક્ષા માટે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિબંધિત ક્ષેત્રો અને રાજભવન તરફ આગળ વધતા અટકાવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માંગો પર અડગ રહીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.

આંદોલનકારી વિદ્યાર્થીઓ દ્વારા સરકાર અને આયોગ સામે અનેક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી છે, જેમાં વિવાદાસ્પદ બનેલી 70મી BPSC પરીક્ષાને સંપૂર્ણપણે રદ કરવામાં આવે, શિક્ષક ભરતી પરીક્ષા માટે માત્ર એક જ સિંગલ પરીક્ષા લેવામાં આવે, અને પ્રિલિમ્સ-મેન્સ જેવી પદ્ધતિ હટાવીને નવા પ્રયોગો TRE-5 થી લાગુ કરવામાં આવે, પરીક્ષાઓમાંથી નેગેટિવ માર્કિંગની જોગવાઈ દૂર કરવામાં આવે તેમજ BPSC, દરોગા (SI) સહિતની તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવામાં આવે, બિહારમાં કડક ડોમિસાઈલ નીતિ લાગુ કરવામાં આવે અને ઉમેદવારો માટે વય મર્યાદા માં છૂટછાટ આપવામાં આવે, જેવી માંગણી કરવામાં આવી રહી છે.

  • સરકારના આશ્વાસન છતાં વિદ્યાર્થીઓમાં રોષ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ સરકાર અને પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી અને કેટલીક માંગો સ્વીકારવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ મામલે ડીએપી (DSP) કામાખ્યા નારાયણ સિંહે જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને હકારાત્મક પરિણામોની અપેક્ષા હતી, પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓએ પટનાના માર્ગો પર ઉતરીને હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી પટનાના ગર્દનીબાગ ખાતે ધરણા પર બેઠા હતા. સરકારના આશ્વાસન છતાં આંદોલન સમેટવાને બદલે આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular