Homeગુજરાતીબ્રિટનઃ મુસ્લિમ કટ્ટરપંથીઓએ મંદિરનો ભગવો ઝંડાને ફાડી તોડફોડ મચાવી

બ્રિટનઃ મુસ્લિમ કટ્ટરપંથીઓએ મંદિરનો ભગવો ઝંડાને ફાડી તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ એશિયા કપની સિરીઝમાં ભારત સામે પાકિસ્તાનના પરાજયના પડઘા બ્રિટનમાં પડ્યાં છે. બ્રિટનના લેસ્ટરમાં પાકિસ્તાનના કટ્ટરપંથી મુસ્લિમોએ હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમજ એક શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને હિન્દુ વચ્ચે અથડામણ થઈ હતી. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલો વડે હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર લેસ્ટરમાં કેટલાક કટ્ટરવાદીઓેએ મંદિરની બહાર લગાવેલા ભગવા ઝંડાને ફાડી નાખ્યા હતા. જેના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૮મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ બાદ જ હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો વચ્ચે લેસ્ટરમાં વિવાદો શરૂ થયો હતો. મંદિરમાં તોડફોડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક તરફ બ્રિટનની પોલીસ તૈનાત છે અને બીજી તરફ ઉગ્રવાદીઓ હંગામો કરી રહ્યા છે. હાલ પોલીસે સ્થિતિ પર કન્ટ્રોલ કરી લીધો છે અને આરોપીઓની સામે કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધીમાં હિંસામાં સામેલ કુલ 15 લોકોની ધરપકડ કરાઇ છે. વહીવટી તંત્ર દ્વારા બંને ધર્મના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Most Popular