1. Home
  2. ગુજરાતી
  3. વાર્ષિક સાધારણ સભા 2021 સમક્ષ ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન
વાર્ષિક સાધારણ સભા 2021 સમક્ષ ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

વાર્ષિક સાધારણ સભા 2021 સમક્ષ ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

0
Social Share

પ્રિય શેરધારકો,

આપ સહુને રુબરુ આવકારવાની તક મળી હોત તો તેનો મને ઘણો આનંદ થયો હોત. પરંતુ હાલના સલામતીના પગલાઓના કારણે વર્ચ્યુઅલ બેઠકોના વાસ્તવિક નવા દૌરમાં મળી રહ્યા છીએ. ૨૦૨૨ની આપણી વાર્ષિક સામાન્ય સભા રુબરુ સભાના રુપમાં હશે અને હકીકતમાં આપ પૈકીના કેટલાક સાથે હાથ મિલાવવાની મને તક મળશે તે માટે હું આશાવાદી છું.

છેલ્લા બાર મહિનાનો સમયગાળો અભૂતપૂર્વ ભયાનક મહામારીના કારણે આવનારા અનેક દશકાઓ સુધી દુનિયા ઉપર તેની છાપ છોડી જશે તેના કેટલાક અંશોનું પ્રતિબિંબ આજે આપની સાથે શેર કરવા ઇચ્છું છું. આંકડાઓ દુઃખદ રીતે ડગુમગું થતા રહ્યા છે. કોવિડ-૧૯ની વ્યાપક રીતે ફેલાયેલી મહામારીએ દુનિયાના આરોગ્ય સામે એક વિક્રમી ઇતિહાસ ખડો કર્યો છે, વિશ્વમાં આ સૌથી ખરાબ જીવલેણ રોગના કેસ ૧૯ કરોડ આસપાસ નોંધાયા છે. સમગ્ર ધરતી આરપાર આ વાયરસની  ઘાતક કૂચે તેની લપેટમાં ૪૦ લાખ લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. પૃથ્વી ઉપરનો કોઇ ખંડ, કોઇ દેશ કે કોઇ સમાજ બાકાત રહ્યો નથી

આપણે એ સ્વીકારવું જ જોઇએ કે ગુમાવેલી દરેક જીંદગી એક કરુણાંતિકા છે. નિઃશંકપણે ખાસ કરીને પ્રાણઘાતક બીજા મોજામાં આપણા દેશે ઘણું સારું કરવું જોઇતું હતું. જો કે, વિશ્વના અગ્રણી દેશોના આ મહામારી સામે લડવાના પોતાના સંશાધનોને જોતા મને લાગે છે કે ખાસ કરીને ટીકાકરણની બાબતમાં તેના નાગરિકોના રક્ષણ માટે વધુ કર્યું નથી એવી નિંદા કરી ભારતને કેટલાક ટીકાકારો નિશાન બનાવી રહ્યા છે.

મોટાભાગના અન્ય દેશોની સરખામણીએ આપણી જનસંખ્યા અને મહાનગરોની ગીચતાના કદને જોતા ભારત સમક્ષ આ એક વિરાટ પડકાર છે. આ બાબતને સંખ્યામાં મૂકીએ તો ત્રણ ખંડો યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસિનિઆના દેશોની સંયુક્ત જનસંખ્યા કરતા એકલા ભારતમાં વધુ લોકો છે એ હકિકત આપણે સ્વીકારવી જ જોઇએ. બીજા શબ્દોમાં રસીકરણ માટેના આપણા સઘન પ્રયાસો ૮૭ દેશોના સામુહિક પ્રયાસો કરતા ઘણા મોટાપાયે થઇ રહ્યા છે. હકિકત એ છે કે દુનિયાભરમાં રસીના આપવામાં આવેલા ૩૨૦ કરોડ ડોઝ પૈકી ૩૫ કરોડ ડોઝ ભારતમાં આપવામાં આવ્યા છે. ટીકાઓ વાજબી છે તે હું સ્વીકારુ છું પરંતુ આપણા દેશ તેમજ અભૂતપુર્વ ભોગ આપનાર આપણા મોખરાના આરોગ્ય કર્મીઓના નૈતિક મનોબળને તોડવાના નિંદનીય પ્રયાસોની જાળમાં આવવું જ ના જોઇએ.

અને આ એ જ મોખરાના કર્મચારીઓ છે જે આપણું પ્રેરણા બળ છે.

 આપણા જેવા ઉદ્યોગ ગૃહો આ કટોકટી દરમિયાન રાષ્ટ્રની સહાય કરે છે તેને સંખ્યાના જથ્થામાં જોવાના બદલે આપણા ભાગની ભૂમિકા અદા કરી રહ્યા છીએ તે સૂનિશ્ચિત કરીએ છીએ, શક્ય તેટલા દરેક જરુરતમંદ સુધી મદદનો હાથ લંબાવી રહયા છીએ અને જે તમામ કરીએ છીએ તે ’રાષ્ટ્ર પ્રથમ’ ના ભાવ સાથે કરીએ છીએ. આપણને કોઇએ પ્રેરણા આપી નથી કે ના કોઇએ આપણી ફરજ વિષે યાદ કરાવ્યું પરંતુ એ મોખરાના કર્મચારીઓ કે જેમણે મહામારીની વેદનાઓના સમગ્ર વિકટ સમયે સેવા પરમો ધર્મ અર્થાત ’ માનવજાતની સેવા કરવી એ પ્રાથમિક ફરજ છે’ ના ભારતના ઉમદા આદર્શના દ્રષ્ટાંતને  ઉજાગર કર્યું તેઓએ આપણામાંના જુસ્સાને પ્રેરક તાકાત આપી છે.

હા, અદાણી ગૃપ પ્રવાહી મેડીકલ ઓક્સિજન, ક્રાઇઓજેનિક ટેન્ક અને ઓક્સિજન સિલિન્ડર્સ જેવી આવશ્યક ચીજો  વિશ્વભરમાં ફરી વળીને એકત્ર કરી પરંતુ આપણું આ યોગદાન ભારતીય વાયુદળના ભાઇ-બહેનોએ કરેલા અથાક પુરુષાર્થને આભારી છે કે જેમણે દિવસ-રાત અગણિત ઉડાનો ભરીને આવશ્યક પુરવઠાને દૂર સૂદૂર સ્થળોએ પહોંચાડવામાં આપણને મદદ કરી છે.

હા, આપણે સહયોગી બનીને પ્રાઇમ મિનિસ્ટર કેર ફંડને આગળ ધપાવ્યું છે પરંતુ પૈસા એવા લોકો કે જેઓ પોતાની જરુરિયાતોથી ઉપર ઉઠીને એવા અજાણ્યા  ભારતીય બંધુઓ કે જેઓ ક્યારેય ફરી મળવાના નથી એવા નિસ્વાર્થ વ્યક્તિની તુલનામાં ક્યારેય બંધ બેસી શકે નહી.

હા, આપણે સમગ્ર દેશમાં હજારો ટન આવશ્યક પૂરવઠો હવાઇ, સમુદ્ર અને રસ્તા માર્ગે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવીને વિકટ પુરવઠા માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો છે પરંતુ પોતાના જાનને દાવ ઉપર લગાવીને સાથી ભારતીયોની ઉમદા સેવામાં લાગેલા આપણા ડોક્ટર્સ અને નર્સીંગ કર્મચારીઓની સરખામણીએ કાંઇ જ નથી.

આ સમય દરમિયાન માનવતાની વ્યક્તિગત ગાથાઓ અને લોકોના ત્યાગની પ્રેમાળ દાસ્તાન અમે જોઇ છે, આપણે ઓક્સિજનના વિતરણ તેમજ અદાણી ફાઉન્ડેશનના લોકો તરફથી સંકલિત સંસાધનો અને નિષ્ણાતોની મદદ લઇ અંદરના દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ લીધી છે.

દાખલો આપુ તો, આપણી ઇજનેરી અને તબીબી ટુકડીઓએ ગણતરીના દિવસોમાં અમદાવાદની અદાણી વિદ્યા મંદિરને તાત્કાલિક સારવારની સગવડમાં રુપાંતરીત કરીને એકસોથી વધુ પથારીઓ, ઓક્સિજન સપોર્ટ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. તે હકિકતમાં ’ વિદ્યાદાનથી જીવનદાન’ હતી.કારણ કે અમારી શાળાના શિક્ષણ ખંડો જીવન ખંડો જેવા બન્યા હતા. એ જ રીતે અમારી ભુજ અને મુંદ્રાની જનરલ હોસ્પિટલને સો ટકા કોવિડ કેર હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.

આ મિશનને લક્ષ તરફ દોરવામાં પોતાના આરોગ્યના જોખમને અવગણીને મદદ કરનાર મારા હજારો સાથી અદાણીઅન્સના સંકલિત પ્રયાસો વગર આ શક્ય બન્યુ ના હોત. તેનું જીવંત ઉદાહરણ આપું તો અમારા લોજિસ્ટિક્સ ડિવીઝને કોલ્ડ સ્ટોર્ડ વેક્સિનને ભારતના પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના છેડે સલામત રીતે પહોંચાડી છે. તેના રસપ્રદ આંકડો કાઢીએ તો તેઓએ આવરી લીધેલું અંતર વિશ્વની બે વખતની સફર કરવા બરાબર થાય. હું આ તમામનો આભાર માનું છું અને તેઓને કહેવા ઇચ્છું છું કે તમે લોકોએ જે કર્યું છે અને હજી કરી રહ્યા છો તેનું મને ખૂબ ગૌરવ છે.

આથી હું નર્સિંગ કર્મચારીઓ, તબીબો, અર્ધ તબીબી કર્મીઓ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, પોલીસ દળો, ગટર વ્યવસ્થાના કર્મચારીઓ, ડીલીવરી કરતા વ્યક્તિઓ, વાહન વ્યવહારના કર્મચારીઓ અને મારા પોતાના અદાણીઅન્સ કે જેઓએ પોતાની ફરજથી ઉપરવટ જઇને કામના કલાકોની ગણતરી કર્યા વિના આ કપરા સમયમાં જનજીવન રાબેતા મુજબનું રહી શકે તે માટે જે ફરજ અદા કરી છે તે માટે નત મસ્તક નમન કરું છું.

સ્નેહી શેરધારકો,

ચાલો તો  હવે હું કંપની તરીકેના અમારા પ્રદર્શન વિશે વાત કરું.ગત વર્ષ  વૈશ્વિક સ્વાસ્થ્યની જેવું જ અશાંત હતું. વેપાર માટે અસાધારણ  કઠણ સમય હતો જેણે આ અભૂતપૂર્વ પરિસ્થિતિઓ મારફત તેમનો માર્ગ શોધ્યો. જે લોકોએ પોતાની સફર ખેડી અને પવનને વિંધ્યો-તેઓ મજબૂત બનીને બહાર આવ્યા અને મને ગર્વ છે કે રોગચાળાના ઘેરાયેલા આફતોના વાદળો વચ્ચે પણ અમારી છ લિસ્ટેડ કંપનીઓ બજારના નેતૃત્વ, અનુકૂળ સંચાલન અને સંસ્થાકીય નફાકારકતાના રૂપમાં ઉભી રહી છે.

આ નવા નાણાકીય વર્ષના પહેલા જ સપ્તાહમાં અમારી લિસ્ટેડ કંપનીઓના પ્રદર્શનથી અમારા નવા પોર્ટફોલિયોનું માર્કેટ કેપિટલાઈઝેશન એકસો અબજ ડોલરને વટાવી જશે. મૂલ્યાંકનનું આ આ સીમાચિહ્ન પ્રથમ પેઢીની ભારતીય કંપની માટે પ્રથમ છે. ગૌરવ મહેસૂસ કરવાને કારણ છે, મૂલ્યાંકનો એ સીધુ સાદુ પરિણામ છે પરંતુ મારા માટે સાચું એ છે કે એ રસ્તો અમોને અહીં સુધી દોરી લાવ્યો છે અને એથી પણ મહત્વનું એ છે કે અમે હવે પછીનો માર્ગ નક્કી કર્યો છે. “હું અમારા દેખાવ અને મૂળ મૂલ્યો કે જેમાં અમે માનીએ છીએ એ મૂલ્યોની સ્થિતિસ્થાપકતાને શ્રેય આપું છુ. આ મૂલ્યો આપણા રાષ્ટ્ર ઘડતરના હેતુને આગળ ધપાવે છે અને અમારા સંગઠિત મૂલ્યો પરના મારા વિશ્વાસને આ વિતેલા વર્ષમાં વધુ મજબૂત બનાવ્યો છે. તેઓએ  આપણને અનેક પડકારોને સલામત રીતે જીલી લેતા ફકત જોયા નથી, પરંતુ આ અંતરાયોનો સામનો કરવા માટે અમને વધુ મજબુત બળ તરીકે ઉભરી આવવા તેઓએ કઠોરતા પણ આપી છે.”

અમે ગઇકાલે જે નિર્માણ કર્યું છે તેણે અમારી આજને સલામત બનાવવા મંજૂરી આપી છે અને અમે આજે જે નિર્માણ કરી રહ્યા છીએ તે સારી આવતીકાલનો પાયો છે. અમે અમારા ત્રણ પ્રાથમિક મૂલ્યો  – હિંમત, વિશ્વાસ અને પ્રતિબદ્ધતાને એકબીજા સાથે સાંકળીને અમલ કરીએ છીએ. અમારી વિકાસ યાત્રા હમણાં જ શરૂ થઈ રહી છે, જે અમારી આ તમામ છ લિસ્ટેડ કંપનીઓના દેખાવમાં પ્રગટ થાય છે જે બજારના સૂચિકાંકોથી ઉપર નોંધપાત્ર પરિણામો લાવી છે.

નાણાકીય વર્ષ 2021 માટે, અમારો લિસ્ટેડ પોર્ટફોલિયો માટે એકીકૃત  EBITDA (એટલે કે  વ્યાજ પહેલાની કમાણી, કરો, ઘસારો અને રુણમુક્તિ) રુ. 32,000 કરોડથી વધુ હતું, જે વાર્ષિક 22 ટકાનો વૃદ્ધિ દર નોંધાવે છે. અદાણીના તમામ સ્ટોક્સે સો ટકાથી વધુ વળતર ઉત્પન્ન કર્યું છે. અને અમારા વ્યવસાયોએ આપને, અમારા ઇક્વીટી શેરધારકોને લગભગ રુ.૯૫૦૦ કરોડનું વળતર મળે તેની ખાતરી કરી છે. કર બાદનો વાર્ષિક ધોરણે આ નફામાં ૧૬૬ ટકાનો વધારો છે.

અહીં, અમે આપણા રોકાણોને કેવી રીતે જોઇએ છીએ તે વિશેની અમારી ફિલસૂફી તરફ મારે અવશ્ય ધ્યાન દોરવું છે. અમે ઇક્વિટીના આંતર પેઢી ધારક છીએ. અમે અમારા ભાગીદારો, અમારા અલ્પ સંખ્યક રોકાણકારો અને પોતાને માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યના સર્જન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તાજેતરમાં, કેટલાક મિડીઆ હાઉસે નિયમનકારોની વહીવટી કાર્યવાહી સંબંધી અવિચારી અને બેજવાબદાર અહેવાલો પ્રસારીત કરવામાં સામેલ થયા હતા. જે અદાણીના શેરોના બજાર ભાવોમાં અણધારી વધઘટનું કારણ બન્યા હતા. કમનશીબે, અમારા કેટલાક નાના રોકાણકારોને આ તોડી મરોડીને પ્રસારીત થયેલા સમાચારોથી અસર થઈ હતી, જેમાં કેટલાક ટીકાકારો અને પત્રકારોએ આડકતરી રીતે એવું ઠસાવ્યું હોવાનું જણાયું હતું કે કંપનીઓ પાસે તેમના શેરહોલ્ડરો પર નિયમનકારી સત્તાઓ છે અને તે કંપનીઓ જાહેર કરવાની ફરજ પાડી શકે છે.

આવા આડ માર્ગોનો પ્રભાવ અમારા ઉપર પડશે નહી. અમારું ગૃપ હંમેશા આત્મ વિશ્વાસુ રહ્યું છે અને તેણે એવા પડકારો જીલ્યા છે કે જેની બહુ ઓછાને કલ્પના હશે કે હિંમત હશે.અમારી સામે ફેંકાનારા દરેક પડકાર અમોને ફક્ત મજબૂત અને વધુ સજ્જ કરશે.

ગત વર્ષમાં અમારા ગૃપે હાંસલ કરેલ બે સિમાચિન્હો ઉપર પ્રકાશ પાડવાનું મને ગમશે.

અદાણી પોર્ટ્સ  અને  સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને પોતાને એકીકૃત બંદરો અને લોજિસ્ટિક્સ કંપનીમાં પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ એ હકીકતમાં પરિવર્તનશીલ વર્ષ હતું અને જ્યારે ભારતના બંદર આધારિત કાર્ગો વ્યવસાયનો ૨૫ ટકા અને કન્ટેનર સેગમેન્ટ બજારનો તેનો હિસ્સો વધીને ૪૧ ટકા થયો તે સાથે એપીએસઇઝેડે એક સીમાચિહ્ન પાર કર્યું.છે. તેણે મુન્દ્રામાં એલએનજી અને એલ.પી..જી,ના વ્યવસાય સાથે વધુ વૈવિધ્યકરણ કરવાનું ચાલુ રાખીને તેના પોર્ટફોલિઓમાં ઉમેરો કર્યો છે. અને ધામરામાં એલએનજીનું સંચાલન ઉમેરવામાં આવી રહયું છે.વિશ્વની બંદરના વેપાર સાથે સંકળાયેલી  કોઇ કંપની આ કક્ષાએ પહોંચી નથી.

અદાણી ગ્રીન એનર્જી  રીન્યુએબલ ઉર્જાના ભવિષ્યની નવી કેડી કંડારી રહી છે.એક સફર જે અમે ૨૦૧૫ માં શરૂ કરી હતી.તે ૨૦૨૦માં વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કંપની તરીકે સ્થાપિત થઇ છે. અને ગયા મહિને એસબી એનર્જીનો પાંચ ગીગવોટ સંપાદીત કર્યાના અનુસંધાને સાહસનું મૂલ્ય લગભગ સાડા ત્રણ બિલીઅન ડોલર થયું છે, આપણે આપણા રીન્યુએબલ લક્ષાંકને પચ્ચીસ ગીગાવોટ હાંસલ કર્યો છે અને તે પણ નિયત કરેલા સમયના ચાર વર્ષ પહેલા. વિશ્વની અન્ય કોઇ એવી સંસ્થા મારી જાણમાં નથી કે જેણે પોતાના રીન્યુએબલ્સમાં અદાણી ગૃપની ઝડપ જેટલો તેનો પગદંડો જમાવ્યો હોયઇ   અદાણી એન્ટરપ્રાઇઝ મારફત આપણે એરપોર્ટસમાં દાખલ થયા છીએ અને આજે દર ચાર મુસાફરો પૈકી એક અદાણી એરપોર્ટ્સ મારફત ઉડાન ભરે છે. કોઇ મોટા દેશે એરપોર્ટના વ્યવસાયમાં કુલ પેસેન્જર્સનો પચ્ચીસ ટકા હિસ્સો મેળવ્યો હોય. કંપનીએ અમદાવાદ, લખનૌ અને મેંગલોરના વિમાની મથકોનું સંચાલન હસ્તગત કર્યા છે, ગૌહતી, જયપુર અને તિરુવનંતપૂરમ માટે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે અને હાલ મુંબઇ અને નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ્સ સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વધુમાં આપણા પાન-ઇન્ડીઆ એરપોર્ટ્સના નેટવર્કને વિકસાવવા અમે બિન પ્રવાસી આવકને સામેલ કરવા ભૌતિક અને ડિઝીટલ આંતર માળખા બન્નેના શ્રેણીબધ્ધ સંભવિત વિકાસમાં વધારો કરવા તરફ અમે વધુ ધ્યાન આપી રહ્યા છીએ.

સમગ્ર રીતે વેપારના એક સેવક તરીકે અદાણી એન્ટરપ્રાઇઝ અજાતશત્રુ રહીને નવા વિચારો અને નવા બિઝનેસ મોડેલ્સ પુરવાર કરવા વિશ્વનું સૌથી વિશાળ સંચાલન કરવા તરફ સતત આગળ વધી રહ્યા છીએ.

 વ્હાલા શેરધારકો,

અમારા વેપારના પ્રદર્શનને જોઇએ છીએ ત્યારે તેનો સંતોષ લેવા અમારી પાસે દરેક કારણો છે, હું માનુ છું કે આપણે વિકાસની ગતિને વેગ આપવાના ખરેખર તબક્કાની શરુઆત હમણાં જ થઇ છે. તેનું કારણ એ છે કે વિવિધ જૂથોના અનેક ક્ષેત્રમાં આપણી ભાવિ વૃદ્ધિને વેગ આપનારી અનેક વ્યૂહાત્મક સંલગ્ન કંપનીઓનો પોર્ટફોલિયો આપણા ગ્રુપ પાસે છે તેનો  મોટો ફાયદો છે.

બંદરગાહો, વિમાની મથકો, લોજિસ્ટિક્સ, કુદરતી સંસાધનો, થર્મલ અને રિન્યુએબલ્સ વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ, ડેટા સેન્ટર્સ, સંરક્ષણ, કૃષિ અને અન્ન, રીઅલ એસ્ટેટ, સીટી ગેસ વપરાશ અને અન્ય જે કોઇ વ્યવસાયમાં હાલ આપણે છીએ તે બધામાં હું માનું છું કે તે સ્વયંમ ઉચ્ચ વૃધ્ધિ કરતા વ્યવસાયો છે પરંતુ સૌથી અગત્યનું એ છે કે આ પૈકીના દરેક પાસે પોતાની નિકટતા હોવા સાથે નવા ક્ષેત્રોમાં આપણે પ્રવેશી શકીએ છીએ.

આ ખૂબ જ વિશિષ્ટ ‘અદાણી મોડેલ’ કે જે બી- 2 બી- 2- સી ના સેતુની ક્ષમતા સાથે જોડાણની શક્તિને જોડે છે, જે  એક મંચ બનાવવામાં અને ખાસ કરીને  ભારત જેવા આર્થિક પાવર હાઉસમાં પ્રગતિનો પવન ફૂંકીને બળ આપે છે. જે અમોને અનંત સંભાવનાઓની દીશા તરફ દોરે છે, મેં આવું કોઈ અન્ય વિકાસનું મેlડેલ જોયું નથી કે જે અમર્યાદિત બી 2 બી અને બી 2 સી બજારમાં આગામી કેટલાક દાયકાઓ સુધી અભૂતપૂર્વ અને સતત વધતી ગતિ આપે.

સ્નેહી શેરધારકો,

અદાણી ફાઉન્ડેશનની કામગીરી માટે જો કસોટીરુપ વર્ષ હોય તો તે ગત વર્ષ હતું.

ફાઉન્ડેશને તેની નિયમિત પ્રવૃત્તિઓમાં કોઈ વિરામ લીધા વિના કોવીડ-સંબંધી આરોગ્ય સંભાળની અનેક પહેલનું નેતૃત્વ કર્યું. હું મારી પત્ની પ્રીતિનો આભાર માનું છું કે જેણે શાંત ચિતે અને નિસ્વાર્થ ભાવથી પોતાના આત્મા અને હૃદયથી અદાણી ફાઉન્ડેશનના નિરંતર વિસ્તરણના કાર્યને આગળ વધાર્યું છે. તે અદ્રશ્ય રહ્યા. પરંતુ આ કટોકટીમાં તેમણે આપેલા યોગદાનની મારાથી વિશેષ અન્ય કોઇને જાણ ના હોય. તેઓ મારું અંતકરણ છે કારણ કે આપણે સારપ સાથે વૃદ્ધિ કરવા માટે અમારો ભાગ કરીએ છીએ.

અદાણી ફાઉન્ડેશનની અનેક પહેલ ચાલુ છે, ત્યારે મારા બે પસંદગીના ક્ષેત્રો છે. સુપોષણ પ્રોજેક્ટ દ્વારા પ્રાપ્ત થયેલી જબરદસ્ત અસરનો મને ગર્વ છે, ફાઉન્ડેશનની આ પહેલ કે જેણે બાળકોના આરોગ્યની રક્ષા માટે મહિલાઓની ફોજ ઉભી કરી અને તાલીમબધ્ધ કરી છે. સુપોષણ મારફત તેંત્રીસ હજાર બાળકોને કુપોષણથી બહાર લાવવામાં સફળતા મળી છે  તે એક સિદ્ધિ છે જે રાષ્ટ્ર નિર્માણનું હાર્દ છે.

જેનું મને વિશેષ ગૌરવ છે તેવો બીજો ’હમારા ગર્વ હૈ’ નામક પહેલ હેઠળના અમારો સ્પોર્ટ્સ ચેમ્પિયન્સ ઇંક્યુબેશન પ્રોગ્રામ પ્રોજેકટના ભાગરુપે અમે દસ એથ્લેટ્સને ઉત્તેજન આપી રહ્યા છીએ આ પૈકી સાત ખેલાડીઓ આગામી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા છે -જે અમિત પંઘલ, રાની રામપાલ, દિપક પુનિયા, કેટી ઇરફાન, રવિ કુમાર, અંકિતા રૈના અને શિવપાલ સિંહ છે, આ બધા યુવા ખેલાડીઓને અદાણી ફાઉન્ડેશન ગત વર્ષોથી સ્પોન્સર કરી રહયું છે અને તેઓ બોક્સિંગ, હોકી, રેસલિંગ, ટેનિસ અને એથ્લેટિક્સમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરાંત લાંબા ગાળાના સ્પોર્ટ્સ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ હેઠળ દસ જુનિયર એથ્લેટ્સને ભવિષ્યના વૈશ્વિક કાર્યક્રમો માટે તાલીમ આપવામાં આવી રહી છે. તેમાંના મોટા ભાગના ગરીબ પરિવારોમાંથી આવે છે અને તે દરેકની કહાની હૃદય સ્પર્શી છે. તેમના વિજેતા ચંદ્રકો મારા માટે ઓછા મહત્વના નથી પરંતુ તેમની કહાનીઓએ મને જે પ્રેરણા આપી છે  તે મહત્વની છે

મારા વહાલા સર્વે શેરધારકો,

લાંબા ગાળાની મારી માન્યતા વિશે વાત કરીને હું સમાપન કરતા કહું છું  કે  આપણે ત્યાં એવા ઘણાા અવાજો ઉઠ્યા છે અને તેનાથી આશ્ચર્ય થાય છે કે શું આગામી ચાર વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું ભારતનું લક્ષ્ય સિધ્ધ થવા પાત્ર છે?. હું અંગત રીતે તેને અસંગત પ્રશ્ન તરીકે જોઉં છું. ઇતિહાસે બતાવ્યું છે કે મહામારીની દરેક કટોકટીમાંથી અનેક બોધપાઠ ઉભરી આવે છે અને હું માનું છું કે આ રોગચાળામાંથી પસાર થવા માટે ભારત અને વિશ્વ સમજદાર છે. ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે  અને ત્યારબાદ આગામી બે દાયકામાં પંદર ટ્રિલિયન ડોલરથી વધુનું અર્થતંત્ર બનશે.માર્કેટ કેપિટલ અને વપરાશના કદના સંદર્ભમાં વિશ્વના બજારોમાં ભારત  સૌથી વિશાળ બજાર તરીકે ઉભરી આવશે. ભૂતકાળમાં બન્યું હતું તેમ રસ્તાની બાજુએ ઉતાર ચઢાવ હશે, અને ભવિષ્યમાં પણ આવું બનશે તેવો સંભવ છે. જો કે, તેમાં કોઈ શંકા હોઇ શકે નહીં કે કામકાજની વયમાં વધારો અને વપરાશકારોની જનસંખ્યામાં વધારા મારફત સૌથી મોટા મધ્યમ વર્ગને ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડને અનુરૂપ ભારતની વૃદ્ધિ પર સકારાત્મક અસર કરશે. મારે એવું માનવાને કોઈ કારણ નથી કે આગામી બે દાયકામાં આપણે આપણી સામેના પડકારોને યોગ્ય રીતે પાર પાડી શકીશું નહીં.

ભારત એક સદાચારી સાયકલના આરંભે છે આ સાયકલ  મધ્યમ વર્ગની વસ્તીમા વધારાથી ચાલે છે અને આપણા દેશનો રન-વે દુનિયાના કોઈપણ દેશનો આજની તારીખે સૌથી લાંબો રન-વે છે.

જય હિન્દ…

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code