1. Home
  2. ગુજરાતી
  3. હવે પાડોશી દેશોમાંથી આવતી FDI માટે સરકાર નિયમોને હળવા કરશે

હવે પાડોશી દેશોમાંથી આવતી FDI માટે સરકાર નિયમોને હળવા કરશે

0
Social Share

નવી દિલ્હી: સરકાર હવે FDIના નિયમોને હળવા કરવા વિચારી રહી છે. સરકાર ચોક્કસ પ્રકારના વિદેશી પ્રત્યક્ષ રોકાણ પર ચકાસણીના સખત ધોરણોને હળવા કરવા વિચારી રહી છે. ચીન ખાતેથી આવતા FDI પર અંકૂશ મૂકવા ભારત સરકારે તાજેતરમાં કેટલાક નિયમો ઘડ્યા હતા જો કે તે અવરોધરૂપ બની રહ્યાનું જણાતા હવે સરકાર આ નિયમોને હળવા કરવા માટે મંથન કરી રહી છે.

આપને જણાવી દઇએ કે હાલમાં ભારત સરકાર કેટલાક તણાવને ધ્યાનમાં રાખીને ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશો ખાતેથી કંપનીઓ તરફથી આવતી દરેક FDIની દરખાસ્તોની ભારત સરકાર સખત ચકાસણી કરે છે.

પાડોશી દેશો ખાતેથી 6 અબજ ડોલરની રોકાણ દરખાસ્તો અમલદારશાહીમાં અટવાઇ પડ્યાનું સરકારને માલૂમ પડતા તેણે પોતાના નિયમો હળવા કરવાની હિલચાલ તેજ કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.

ચીન સાથે સરહદી વિવાદ બાદ સરકારે ઈન્વેસ્ટમેન્ટસ માટેના ધોરણોને સખત બનાવ્યા હતા. ચીનની તકવાદી નીતિને ફટકો મારવા સરકારનો આ નિર્ણય આવી પડયો હતો.

સરકારે લીધેલા નિર્ણયને પડોશી દેશો ખાસ કરીને ચીન તથા હોંગકોંગ ખાતેથી આવેલી દરખાસ્તોને મંજુર કરવાની માત્રા ધીમી પડી હતી. સખત ધોરણોને કારણે પડોશી દેશો ખાતેના રોકાણકારો માટે ભારતમાં રોકાણ નિર્ણયો લેવાનું પડકારજનક બની ગયું હતું.

નોંધનીય છે કે, ગત વર્ષે નવેમ્બરના અંત સુધીમાં 100 જેટલી દરખાસ્તો જેમાંથી 25 જેટલી દરખાસ્તો જેમાં દરેકમાં 1 કરોડ ડોલરથી વધુના રોકાણનો ઇરાદો હતો તે સખત ધોરણોને કારણે અટકી પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code