1. Home
  2. ગુજરાતી
  3. છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો થયો

છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો થયો

0
Social Share
  • કોરોના મહામારી દરમિયાન પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
  • વર્ષ 2014-2021 સુધીમાં પેટ્રોલ 30 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું
  • વર્ષ 2014-2021 સુધીમાં ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. જેને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને વિપક્ષ પાર્ટીઓ સરકાર સામે હલ્લાબોલ કરી રહી છે. દર વર્ષે પેટ્રોલ સતત મોંઘુ થઇ રહ્યું છે. છેલ્લા 7 વર્ષ પર નજર કરીએ તો આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે 30 અને 36 રૂપિયાનો વધારો થયો છે. આ 7 વર્ષનો સમયગાળો વર્ષ 2014 થી 2021નો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત પર નજર કરીએ તો વર્ષ 2014-15માં પેટ્રોલ 66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 50 રૂપિયા પ્રતિ લીટરને ભાવે મળતું હતું. જ્યારે આજે વર્ષ 2021માં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલનો ભાવ 86 રૂપિયા પ્રતિ લીટર છે. દેશના અનેક જીલ્લા તો એવા છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયાને આંબી ગયું છે.

આજે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો વધારો થયો છે. બીજી તરફ આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વિરુદ્વ દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ પેટ્રોલ પંપોની બહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પ્રદર્શન કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code