1. Home
  2. ગુજરાતી
  3. ટોચની 100 બ્રાન્ડની વેલ્યૂએશનમાં આ કારણોસર થશે 223 અબજ ડોલરનું ધોવાણ
ટોચની 100 બ્રાન્ડની વેલ્યૂએશનમાં આ કારણોસર થશે 223 અબજ ડોલરનું ધોવાણ

ટોચની 100 બ્રાન્ડની વેલ્યૂએશનમાં આ કારણોસર થશે 223 અબજ ડોલરનું ધોવાણ

0
Social Share
  • વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે
  • આ કંપનીઓએ આંકડાઓમાં ગેરરીતિ કરી હોવાથી આવું થઇ શકે છે
  • ઇન્ફોસિસ તેમજ ઇન્ટબ્રાન્ડ દ્વારા એક સંયુક્ત સાયબર સિક્યોરિટી અને બ્રાન્ડ વેલ્યૂ ઇમ્પેક્ટ રિપોર્ટમાં આ માહિતી અપાઇ

નવી દિલ્હી: વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે. આવું એટલા માટે કે આ કંપનીઓએ આંકડાઓમાં મોટી ગેરરીતિ કરી છે. ઇન્ફોસિસ તેમજ ઇન્ટબ્રાન્ડ દ્વારા એક સંયુક્ત સાયબર સિક્યોરિટી અને બ્રાન્ડ વેલ્યૂ ઇમ્પેક્ટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વની ટોચ-100 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ આંકડાઓમાં ગરબડના લીધે પ્રભાવિત થઇ છે. અલબત્ રિપોર્ટમાં આ ટોપ-10 બ્રાન્ડ્સના નામનો ઉલ્લેખ કરાયો નથી. ડેટા ઉલ્લંઘનથી આ સંભવિત નુકસાન બ્રાન્ડની હાલની સ્થિતિ અને વિશ્વસનિયતાને થશે. એવી બ્રાન્ડોને સૌથી વધુ નુકસાન થશે જે ટેક્નોલોજી, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઓટોમોટિવ સેક્ટરમાં છે. લક્ઝરી બ્રાન્ડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સને તેમના ચોખ્ખા નુકસાનના થોડાક ટકા સુધીનું નુકસાન સહન કરવું પડી શકે છે.

નુકસાનના મામલે 223 અબજ ડોલરના ધોવાણ સાથે ટેકનોલોજી બ્રાન્ડનો હસ્સો લગભગ 29 અબજ ડોલર હોઇ શકે છે. ત્યારબાદ કન્ઝ્યુમર બ્રાન્ડનો નંબર આવે છે અને આ સેક્ટરની બ્રાન્ડને 5 અબજ ડોલરની અસર થઇ શકે છે. ઓટોમેટિવ સેક્ટરમાં 4.2 અબજ ડોલર, ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં 2.6 અબજ ડોલર અને લક્ઝરી ગુડ્સવાળા બ્રાન્ડને 2.4 અબજ ડોલર સુધીનું નુકસાન સહન કરવુ પડી શકે છે.

ઇન્ફોસિસમાં ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અધિકારી વિશાલ સાલ્વીએ કહ્યુ કે, લાંબા સમયથી સાયબર સિક્યોરિટી પરકંપનીઓ સારા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે. અલબત્ત આ ડિજિટલ યુગમાં જ્યાં એક બાજુ કંપનીઓનિ પ્રતિષ્ઠા કસ્ટમર ડેટાની સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસ સ્થાપિત કરવાની ક્ષમતાના આધાર પર આંકવામાં આવી રહી છે તો બીજી બાજુ સાયબર સિક્યોરિટી એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code