1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતને તેની જરૂરિયાત મુજબ ક્રુડ ઓઈલ અને એલપીજી આપવાનું ચાલુ રાખશેઃ રશિયા

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારત અને રશિયા વચ્ચેના વર્ષો જૂના અને અતૂટ સંબંધો આગામી સમયમાં નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે સંકેત આપ્યો છે કે સપ્ટેમ્બર 2026માં ભારતમાં યોજાનારા બ્રિક્સ […]

GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

[અલકેશ પટેલ] ગાંધીનગર, 16 એપ્રિલ, 2026 – GCCIએ હંમેશા ઉદ્યોગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. વાયબ્રન્ટ સમિટમાં પણ ચેમ્બરે હંમેશા ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. જીસીસીઆઈ પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિના વિધિવત્ પ્રારંભ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન […]

કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણશો? જુઓ Video

રિવોઈ ન્યૂઝ, 15 એપ્રિલ, 2026 – કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણવું, એ પ્રશ્ન દર વર્ષે ઉનાળામાં ગુજરાતીઓને – ખાસ કરીને ગૃહિણીઓને સતાવતો હોય છે. અપ્રામાણિક વેપારીઓ, અપ્રામાણિક દલાલો ગમે તેમ કરીને કેરી વેચી દેવા માટે કેમિકલથી પકાવે છે એ વાત ઘણા દાયકાથી આપણે જાણીએ છીએ. થોડા રૂપિયાની લાલચમાં […]

અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાની આશાએ સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં તેજીનો ચમકારો

મુંબઈ, 15 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવમાં નરમાશ આવવાની શક્યતાને પગલે આજે ભારતીય બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણાના સંકેતો મળતા રોકાણકારોએ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે, જેને કારણે બજારમાં મોટી વધઘટ અટકી છે. બુધવારે વહેલી સવારે એમસીએક્સ પર ગોલ્ડ મે ફ્યુચર્સમાં માત્ર 0.02 ટકાનોનો નજીવો વધારો […]

હોર્મુઝની સુરક્ષા માટે બ્રિટન અને ફ્રાન્સનું માસ્ટર પ્લાનિંગ, અમેરિકા-ઈરાનને દૂર રખાયાં

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: મધ્ય પૂર્વના સંઘર્ષ બાદ બદલાતા જતા વૈશ્વિક સમીકરણો વચ્ચે યુરોપિયન દેશોએ એક મોટું પગલું ભર્યું છે. ઈરાન સાથેના સંઘર્ષ બાદ, ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં આવેલા પરિવર્તનને પગલે યુરોપ હવે અમેરિકાની સીધી સંડોવણી વગર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં શિપિંગ સુરક્ષિત કરવા માટેના પ્લાન પર કામ કરી રહ્યું છે. બ્રિટન અને ફ્રાન્સની આગેવાની હેઠળના આ પ્રસ્તાવ મુજબ, […]

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓ તૈયાર કરવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ‘ઇ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય […]

પશ્ચિમ એશિયામાં તણાવની અસર: શેરબજારમાં 702 પોઈન્ટનો કડાકો

મુંબઈ, 14 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના તણાવ અને હોર્મુઝમાં નાકાબંધીની જાહેરાતની અસર રૂપે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર 700 પોઇન્ટ ગગડીને રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 702 પોઇન્ટના ઘટાડા સાથે 76 હજાર 847 અને એનએસઇ 207 પોઇન્ટ ગગડીને 23 હજાર 842ની સપાટીએ બંધ થયો છે.બજારમાં સેકટોરિયલના આધારે જોઈએ તો પાવર, ડિફેન્સ, ટેલિકોમ સિવાય, […]

હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની ટ્રમ્પની જાહેરાત સામે ચીને વ્યક્ત કરી નારાજગી

બેઇજિંગ, 13 એપ્રિલ 2026: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક નિષ્ફળ રહ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીમાં આજથી (13 એપ્રિલ) સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન અને ચીન તરફથી આકરા પ્રતિભાવો સામે આવ્યા છે, […]

GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

[અલકેશ પટેલ] અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના સમાવેશ સાથે જીસીસીઆઈ દ્વારા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિ GATE 2026ની આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે […]

વૈશ્વિક ઉર્જા સંકટના એંધાણ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, હોર્મુઝની ખાડીમાં નાકાબંધી

નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી નિર્ણાયક શાંતિ વાર્તા કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ છે. આ કૂટનીતિક નિષ્ફળતાની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પડી છે, જેના કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે અમેરિકાએ વ્યૂહાત્મક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code