1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

જોર્ડન સ્થિત અમેરિકી એરબેઝ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલય ઉપર ઈરાનનો હુમલો

તેહરાન, 30 જુલાઈ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, IRGC એ જણાવ્યું છે કે તેની એરોસ્પેસ ફોર્સે જોર્ડન સ્થિત અમેરિકી એરબેઝ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાન પર અમેરિકી સેના દ્વારા […]

અમદાવાદ પ્લેન દૂર્ઘટના: ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં કોઈ ખામી ન હોવાનો ખુલાસો

અમદાવાદ, 30 જુલાઈ 2026: ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની માત્ર 35 સેકન્ડમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન અંગે સરકારે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર અને જમીન પરના મળીને કુલ 260 લોકોના મોત થયા હતા. સરકારે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે […]

ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પણ ફેમિલી ડૉક્ટરની ઓળખ ઊભી કરશે?

આપણે જ્યારે તાવ આવે, માથું દુખે, પેટમાં દુખાવો થાય અથવા શરીરમાં કોઈ તકલીફ અનુભવાય ત્યારે સામાન્ય રીતે ‘ફેમિલી ડૉક્ટર’ પાસે જઈએ છીએ. ડૉક્ટર પાસે જઈને આપણે પોતાની તકલીફો ખુલ્લા મન સાથે જણાવીએ છીએ. ઘણી વખત કોઈ વાત ભૂલી ન જઈએ તે માટે કેટલાક લોકો પોતાની સમસ્યાઓની યાદી પણ બનાવીને લાવે છે. આપણે શરીરની નાની-મોટી તકલીફોને […]

શ્રાવણ માસ સ્પેશિયલ: સાડીના લુકમાં ચાર ચાંદ લગાવી દેશે આ ટ્રેન્ડી ચાંદલાની ડિઝાઇન્સ

ચોમાસાની ઋતુમાં જ્યારે ચારેય તરફ હરિયાળી છવાઈ જાય છે અને તહેવારોની મોસમ શરૂ થાય છે, ત્યારે મહિલાઓમાં પારંપરિક પોશાક એટલે કે સાડી પહેરવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો તમે પણ આ શ્રાવણ માસમાં સાડી પહેરવાની તૈયારી કરી રહ્યા છો, તો માત્ર સુંદર સાડી જ પૂરતી નથી, પરંતુ તેના પર શોભતી યોગ્ય ચાંદલો એટલે કે […]

ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં તેજીની સંભાવના, જથ્થાબંધ વેચાણમાં 20 ટકાથી વધુ વૃદ્ધિનું અનુમાન

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જુલાઈ 2026નો મહિનો અત્યંત ઉત્સાહજનક રહેવાની સંભાવના છે. બ્રોકરેજ ફર્મ ‘નુવામા’ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોના ઘરેલુ જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે 20 ટકાથી વધુનો શાનદાર વધારો થઈ શકે છે. આ ઉપરાંત, ટુ-વ્હીલર, ટ્રેક્ટર અને વાહન નિકાસમાં પણ સકારાત્મક વલણ જળવાઈ રહેવાનું […]

ચોમાસામાં સાવધાન: મચ્છરોથી ફેલાતા મલેરિયાના આ લક્ષણોને જરાય ન ગણો સામાન્ય

ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે, પરંતુ સાથે-સાથે અનેક બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદનું પાણી ભરાવાને કારણે મચ્છરોનું પ્રમાણ વધી જાય છે, જેનાથી મલેરિયા જેવી ગંભીર બીમારી ફેલાવાનો ભય રહે છે. મોટાભાગના લોકો મલેરિયાના શરૂઆતી લક્ષણોને સામાન્ય વાયરલ કે ખાલી થાક સમજીને નજર-અંદાજ કરી દે છે, જે પાછળથી મુશ્કેલી સર્જી શકે છે. તબીબી વિશેષજ્ઞોના […]

ICC રેન્કિંગ: શુભમન ગિલ વન-ડેના નંબર-1 બેટ્સમેન બન્યા, 15 વર્ષીય સૂર્યવંશીની શાનદાર છલાંગ

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ જગત માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વન-ડે ટીમની કમાન સંભાળતા શુભમન ગિલે ફરી એકવાર વન-ડે બેટ્સમેનોની યાદીમાં વિશ્વમાં પ્રથમ સ્થાન (નંબર-1) મેળવી લીધું છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને પાછળ છોડીને ગિલે ટોચનું સિંહાસન પુનઃ પ્રાપ્ત કર્યું […]

બેસનથી ઝટપટ બનાવો આ પાંચ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, જાણો રેસીપી

સાંજની ચાનો સમય હોય કે અચાનક ઘરે મહેમાનો આવી જાય, સૌથી મોટો પ્રશ્ન એ થાય કે મિનિટોમાં બની જાય અને ખાવામાં પણ મજેદાર હોય તેવું નાસ્તામાં શું બનાવવું? આવી સ્થિતિમાં રસોડામાં રહેલો બેસન (ચણાનો લોટ) આપણો સાચો તારણહાર સાબિત થાય છે. બેસન એક એવી સામગ્રી છે જે ઘરમાં સહેલાઈથી મળી જાય છે અને સ્વાસ્થ્ય માટે […]

PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા હેન્ડલ્સને નોટિસ

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં યોજાયેલા એક વિદ્યાર્થી આંદોલન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલા અપમાનજનક અને અભદ્ર ભાષાના પ્રયોગ મામલે દિલ્હી પોલીસે આકરુ વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના ગંભીર કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો […]

કોકરોચ જનતા પાર્ટીના આંદોલન દરમિયાન કોઈ પેલેટ ગન ચલાવવામાં આવી ન હતીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં વિપક્ષના જોરદાર હોબાળો અને દેકારો વચ્ચે વિવાદાસ્પદ ‘એન્ટી પેપર લીક બિલ’ આખરે પાસ કરી દેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ બિલ પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અગાઉ ગૃહમાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code