1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનો બારોબાર ભાડે આપવાના મુદ્દે તપાસ કરાશેઃ કૂલપતિ

વિવાદ થતાં જ કૂલપતિએ તપાસ સોંપી, તપાસ સમિતિનો અહેવાલ મળ્યા બાદ કાર્યવાહી કરાશે, ખાનગી સંસ્થાઓ દ્વારા મેદાનોનો કરાતો ઉપયોગ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિવર્સિટીના મેદાનોનો ખાનગી સંખ્યાઓ દ્વારા બેરોકટોક ઉપયોગ કરાતો હોવાનો તેમજ બારોબાર યુનિના રમત-ગમતના મેદાનો ભાડે આપવાના મુદ્દે ભારે વિવાદ થયા બાદ કૂલપતિએ આ મામલે તપાસ સમિતિ બનાવી […]

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 8 સ્થળોએ કરાઈ વ્યવસ્થા

તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે, વિસર્જન સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, તરવૈયાઓ હાજર રહેશે, અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ રાજકોટઃ ગુજરાતભરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા […]

દિવાળીના તહેવારોમાં સુરતથી STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

રત્ન કલાકારો અને આદિવાસી શ્રમજીવીઓ માટે વિશેષ આયોજન, ગૃપ બુકિંગમાં સુરતમાં પોતાના ઘરથી ગામ સુધીનો લાભ અપાશે, 2200 એક્સ્ટ્રા બસો દોડાવાશે સુરતઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા તહેવારો દરમિયાન પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી દ્વારા […]

ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરાશે અને નિર્ણયો લેવામાં આવશે: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂતોની આવક અને ગ્રામીણ નોકરીઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કૃષિ આવક અને ગ્રામીણ રોજગારમાં વધારો કરવાના હેતુથી તાજેતરના નિર્ણયો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે કાંદા પરની નિકાસ જકાત ઘટાડવી હોય કે ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવી હોય, આવા નિર્ણયોથી આપણા ખાદ્ય […]

PM મોદીએ રાંચીમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત’ ટ્રેનને બતાવી લીલી ઝંડી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીથી વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી હતી. ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જમશેદપુર જઈ શક્યા ન હતા. તેઓ રાંચી પહોંચ્યા બાદ જમશેદપુર જવાના હતા પરંતુ હજુ સુધી હવામાન સાફ નથી થયું. પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેનોમાં બેરહમપુર-ટાટા, રાઉરકેલા-હાવડા, દેવઘર-બનારસ, […]

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આગમનથી તંત્રનો ધમધમાટ

• વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, • સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે, • ભાજપના નેતાઓ સાથે ગોષ્ઠિ કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે સાંજે વડાપ્રધાન ગુજરાત આવશે અને 17 તારીખે ગુજરાતથી રવાના થશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાત દરમિયાન 10 હજાર કરોડના વિકાસના કોમોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, […]

ભારતમાં પેસેન્જર કારના વેચાણમાં 1.8% ઘટાડો, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ વધ્યું

ગયા મહિનામાં વાર્ષિક ધોરણે થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગસ્ટમાં કુલ પેસેન્જર વાહનોનું વેચાણ 1.8 ટકા ઘટીને 3,52,921 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 3,59,228 યુનિટ હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ વાહનોના વેચાણના તાજેતરના આંકડા જાહેર કર્યા, જેના પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે, ઉદ્યોગે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડાનું […]

વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનીંગ બનાવી રહ્યાં હોય તો આ સ્થળોની લો મુલાકાત

જો તમે પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડી રાહત શોધી રહ્યા છો અને તમારા મિત્રો સાથે વીકએન્ડને યાદગાર બનાવવા માંગો છો,તો અહીં કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ છે. જો તમે પણ આ વરસાદી મોસમમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ગુડગાંવ નજીકના આ સુંદર સ્થળો તમારા સપ્તાહના અંતને ખાસ બનાવી શકે છે. અહીંના વાતાવરણ,શાંત અને આકર્ષક દ્રશ્યો તમારા […]

વાદળી રંગનું આ ફૂલ ચહેરા પર ચમક લાવશે

જ્યારે આપણી પાસે આપણા ચહેરાની ચમક વધારવા માટે કુદરતી સંસાધનો છે, તો પછી બજારના કેમિકલવાળા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ શા માટે કરવો? કુદરત આપણને ઘણા પ્રકારના અને વિવિધ રંગના ફૂલો આપે છે, જેમાંથી કેટલાક દેખાવમાં સુંદર હોય છે પરંતુ આપણી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. અમે તમને એક ખાસ ફૂલ વિશે જણાવવા જઈ રહ્યા […]

પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડૉ. માંડવિયા ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે

અમદાવાદઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રવિવારના રોજ પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ બેઠકનું આયોજન ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code