1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય – ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશિપ

૨૫ જુન, ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે. આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની. ૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી. […]

રાજકારણમાં શબ્દોની ગર્જના અને કોર્ટમાં માફી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે જામી “સોરી”ની જુગલબંધી

હેમંત પરમાર દ્વારા ભારતીય રાજકારણમાં આજકાલ એક નવી જ અને અનોખી હરિફાઈ જોવા મળી રહી છે “કોણ સૌથી વધુ અને સૌથી ઝડપથી માફી માંગે છે.” ચૂંટણી મંચ પરથી વિરોધીઓ પર ભયાનક આક્ષેપોના તીક્ષ્ણ તીર છોડવા, ભીડ પાસે તાળીઓ પડાવવી અને પછી કોર્ટના આંગણે પહોંચીને અત્યંત નમ્રતાપૂર્વક “ભૂલ થઈ ગઈ” કહીને સોરી લખી આપવું, એ હવે […]

51 વર્ષ પછી પણ સળગતા સવાલો: 25 જૂન 1975ની એ કાળી રાત અને…

હેમંત પરમાર દ્વારા લોકશાહી માત્ર મતદાન કરવાથી જીવતી નથી રહેતી, પરંતુ સત્તા સામે સવાલ પૂછવાની હિંમત અને નાગરિકોની જાગૃતિથી ધબકતી રહે છે. 25 જૂન 1975ની એ મધરાત ભારત માટે સામાન્ય રાત નહોતી. જ્યારે આખો દેશ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે સત્તાના ગલિયારાઓમાં એક એવો ખતરનાક દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો હતો જેણે આગામી 21 મહિના સુધી સમગ્ર […]

વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 23 જૂન, 2026 – મીડિયા અને સ્પર્ધાના જમાનામાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે એવી ફરિયાદ અનેક વિદ્વાનો કરે છે. ખાસ કરીને સાહિત્ય, પત્રકારત્વ, કળા સાથે સંકળાયેલા વિદ્વાનો આ બાબતે ચિંતિત છે. કેટલાક લોકો માત્ર ચિંતા જ વ્યક્ત કરતા હોય છે તો એથી વિરુદ્ધ કેટલાક લોકો આ દિશામાં સકારાત્મક કામગીરી કરીને વિદ્યાર્થીઓને, […]

શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]

આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ!

નિરુપાબેન શાહે ઉપાડેલો સેવાયજ્ઞ વિશિષ્ટ નહીં, અસાધારણ છે; સમાજની આવી સેવા કરવા માટે તમે કંઈક નોખી માટીના બનેલા હોવા જોઈએ [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવ, 20 જૂન, 2026 “જુઓ સાહેબ આ બરાબર સફાઈ નથી કરતી… આજે તો…” – નિરાંત ઘરમાં દાખલ થયો તે સાથે જ એક અસ્તવ્યસ્ત માડીએ મને જોઈને ત્યાં કામ કરતા સેવક બહેન […]

વંચિતોને “અભાવના ભાવ”માંથી મુક્ત કરાવતી જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ

જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્રછાયા હેઠળ ચાલતી આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓ-યુવતીઓને તાલીમ આપીને સ્વનિર્ભર થવામાં મદદ કરવામાં આવે છે [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 18 જૂન, 2026 – દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ એવું આપણે દરેક વિદ્વાનને, નેતાઓને કહેતા સાંભળ્યા છે. પ્રેરણાદાયી […]

શું તમે ક્યારેય પોતાની લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે અનુભવો છો તેને ખરેખર સમજો છો? આપણે રોજિંદા જીવનમાં અનેક પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, પરંતુ ઘણી વખત તેને ઓળખવા, સમજવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે સમય કાઢતા નથી. હકીકતમાં, પોતાની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને જીવનની ગુણવત્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

ક્ષય માસ : હજારો વર્ષ જૂની ભારતીય ખગોળવિદ્યાની અદભૂત શોધ

ક્ષય માસ  ભારતીય પંચાંગની સૌથી દુર્લભ અને વૈજ્ઞાનિક ખગોળીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે “અધિક માસ” વિશે વધુ સાંભળીએ છીએ, કારણ કે ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેના તફાવતને સંતુલિત કરવા માટે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. પરંતુ બ્રહ્માંડની ગતિ હંમેશા સંપૂર્ણ સમાન નથી રહેતી. પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિમાં થતાં સૂક્ષ્મ ફેરફારોને કારણે […]

મધ્યપ્રદેશમાં ખેલા! મિત્રતાની રાજનીતિ કે રાજકીય ચમત્કાર? કોંગ્રેસમાં ખળભળાટ

હેમંત પરમાર દ્વારા મધ્યપ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક એવી ઘટના ચર્ચાના કેન્દ્રમાં છે, જેણે કોંગ્રેસના આંતરિક સમીકરણો, નેતૃત્વની પસંદગી અને રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. રાજ્યસભાની ઉમેદવારી માટે આગળ વધારવામાં આવેલા મીનાક્ષી નટરાજનના નામંકનને લઈને સર્જાયેલા વિવાદે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકીય ચર્ચાઓ અનુસાર, મીનાક્ષી નટરાજનનું નામ કોંગ્રેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code