1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

નવી પેઢી ‘થેરાપી’નો સ્વીકાર ઝડપથી કરી રહી છે

એક યુવાન કે જેણે હમણાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી મેળવીને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે, તે જીવનના આ નવા તબક્કામાં ક્યારેક તણાવ, ચિંતા, ઉદાસીનતા અથવા અન્ય માનસિક પડકારોનો અનુભવ કરે છે. આવી પરિસ્થિતિમાં તે મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા માટે થેરાપી લેવાનો નિર્ણય કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મનોચિકિત્સકો પાસે આવા […]

ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ

— વૈદ્ય પારુલ જોષી મૂળ ભૂમધ્ય વિસ્તારનું અને ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ વૃક્ષ અત્યારે મોરોક્કો, અલ્જેરિયા, ટુનીસીયા, સ્પેઈન, ફ્રાંસ, માલ્ટા, ઈટલી, ક્રોટીયા, મોન્ટેનીગ્રો, અલ્બેનિયા, ગ્રીસ, પોર્ટુગાલ સુધી વિસ્તર્યું. તેને 1990માં પેલેસ્ટાઈનમાં લીલોતરી વધારવાના હેતુથી લાવી, વાવીને ઉછેરવામાં આવ્યું એટલે તેનું એક નામ જેરુસેલમ પાઈન છે. સાવ ખુલ્લી જમીનમાંથી જોતજોતામાં […]

ઉધઈએ અબજો ડૉલરની હીરાની ખાણ શોધી આપી

ગયા રવિવારે શહેરની એક હોટેલમાં ડાયમંડ કલેક્શનનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શનમાં જોતી વખતે શરૂઆતમાં હીરા વિશે સમજ આપતી એક્ઝિબિશન વોલ તૈયાર કરી હતી. ઘરના અન્ય સભ્યો અસલી હીરા જોવા જતા રહ્યા જ્યારે મારી નજર આ પ્રદર્શન પર અટકી ગઈ. પ્રદર્શનમાં મૂકવામાં આવેલી માહિતી અચંબિત કરી દે તેવી હતી. તેમની નજર જમીન પર ઊભેલા અસંખ્ય […]

ભારતના સંસદમાં લાગેલું પેન્ડ્યુલમ સાબિત કરે છે કે પૃથ્વી સતત ફરી રહી છે

તે એક વિચારનું પ્રતીક છે કે લોકશાહી, જ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આગળ વધતું ભારત બ્રહ્માંડને સમજવાની જિજ્ઞાસા પણ રાખે છે ભારતના નવા સંસદ ભવનમાં અનેક એવી રચનાઓ અને પ્રતીકો સમાવાયા છે, જે ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને આધુનિક વિચારધારાને એકસાથે રજૂ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવી વૈજ્ઞાનિક રચના પણ સ્થાપિત કરવામાં આવી […]

વનસ્પતિ સૃષ્ટિઃ વિશ્વના સહુથી ઝેરી વૃક્ષોમાંનું એક માન્ચીનીલવૃક્ષ

– વૈદ્ય પારુલ જોષી હીપ્પોમાને માન્સનેલ્લા, બીચ (સમુદ્ર કિનારો) એપલ, ડ્વાર્ફ (ઠિંગણો)એપલ ટ્રી તરીકે જાણીતા આ વૃક્ષને સ્પેનિશમાં માન્ઝાનીલ્લા દ લા મૌરટે – લીટલ એપલ ઓફ ડેથ, કહે છે. પ્લાન્ટ – વનસ્પતિ, પરિવાર – યુફોર્બીએસી, પ્રજાતિ – હિપ્પોમાને. તે મૂળ કેરેબીયન ટાપુઓ, વેસ્ટ ઈન્ડીઝ, મધ્ય અમેરિકાથી શરૂ કરી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગ સુધી, ખાસ કરીને […]

સિંહે શિકાર કેમ છોડ્યો? ભાવનગરની ઘટના પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

ભાવનગરના ગરાજિયાની ઘટનાનું વિશ્લેષણ ભાવનગર જિલ્લાના ગરાજિયા ગામે બનેલી ઘટના ખરેખર અત્યંત દુર્લભ છે. પરંતુ તેને “ચમત્કાર” કહેવા કરતાં તેને પ્રાણીના વર્તનશાસ્ત્ર (Animal Behaviour), મનોવિજ્ઞાન (Psychology) અને ક્ષણિક પરિસ્થિતિના વિજ્ઞાન દ્વારા સમજવી વધુ યોગ્ય છે. સિંહ સામાન્ય રીતે જ્યારે શિકાર કરે છે ત્યારે તેનો હેતુ ખોરાક મેળવવાનો હોય છે. પરંતુ દરેક હુમલો ખોરાક માટે જ […]

કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

હેમંત પરમાર દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે […]

હજુ અષાઢ આવ્યો ક્યાં છે… અષાઢને આવવા તો દો!

વરસાદ, એલ નીનો, ગ્લોબલ વોર્મિંગ અને ભારતીય જ્ઞાનપરંપરા વચ્ચેનું સાચું વિજ્ઞાન ગુજરાતના કોઈપણ ગામમાં વરસાદની વાત નીકળે અને કોઈ અનુભવી ખેડૂત હાજર હોય, તો કદાચ આ વાક્ય આજે પણ સાંભળવા મળે. બીજી તરફ શહેરોમાં જૂનનું છેલ્લું સપ્તાહ પૂરું થાય એટલે મોબાઇલમાં હવામાનની આગાહીઓ તપાસવાની શરૂઆત થઈ જાય છે. સમાચાર ચેનલો પર ચર્ચાઓ શરૂ થાય છે […]

સોશિયલ મીડિયાના યુગમાં ‘સેલ્ફી’: શોખ કે માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક બાબત?

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે ‘સેલ્ફી’ આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. પ્રવાસ હોય, જન્મદિવસ હોય કે કોઈ ખાસ પ્રસંગ પોતાના જીવનની ખાસ ક્ષણોને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું વલણ સામાન્ય બની ગયું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વધુ પડતી સેલ્ફી લેવાની આદત […]

હવામાન અને શરીર વચ્ચેનો સંબંધ એટલે બાયોમિટિયોરોલોજી

જો તમને વાતાવરણમાં ફેરફાર થતા પહેલા એટલે કે આકાશ વાદળછાયુ થઈ જતા પહેલા, વરસાદ પડતા પહેલા કે અચાનક ઠંડી પડતા પહેલા માથું દુઃખે, શરીરના સાંધામાં દુખાવો કે શરીર સહેજ નરમ લાગે તો તેની દવા લેતા પહેલા આ લેખ વાંચી લેજો સવારના સમયે કોઈ વ્યક્તિ કહે કે “આજે માથું ભારે લાગે છે, કદાચ વરસાદ આવશે”, અથવા કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code