1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. અન્નસંકટનો સામનો કરતા ચીનમાં ‘એમ્પ્ટી પ્લેટ’નો નિયમ, ભોજનનો બગાડ કરનારને થશે દંડ
અન્નસંકટનો સામનો કરતા ચીનમાં ‘એમ્પ્ટી પ્લેટ’નો નિયમ, ભોજનનો બગાડ કરનારને થશે દંડ

અન્નસંકટનો સામનો કરતા ચીનમાં ‘એમ્પ્ટી પ્લેટ’નો નિયમ, ભોજનનો બગાડ કરનારને થશે દંડ

0

દિલ્હીઃ વિશ્વમાં મહાસત્તા બનવાના સ્વપ્ન જતા વિસ્તારવાદી ચીન અન્નસંકટનો સામનો કરી રહ્યું છે. પોતોના દેશમાં અન્નની સમસ્યાના નિરાકરણ માટે દુનિયાના વિવિધ દેશો ઉપર નજર કરતા ચીને ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે પણ ચોખાની આયાત કરી છે. ત્યારે હવે ચીને અનાજની ખેંચ વચ્ચે એમ્પ્ટી પ્લેટ નિયમ લાગુ કરી છે. આ નિયમ હેઠળ હોટલ-રેસ્ટોરેન્ટરમાં એક વ્યક્તિ જમવામાં એક જ પ્લેટનો ઓર્ડર કરી શકશે. એટલું જ નહીં જમવાનો બગાડ કરનારને રૂ. એક લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.

ચીનમાં ખેત ઉત્પાદન ઓછું છે જેથી દર વર્ષે દુનિયાના વિવિધ દેશોમાંથી ખાદ્ય સામગ્રીની આયાત કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારી અને દુનિયાના વિવિધ દેશોમાં આવેલા પૂર સહિતની કુદરતી આફતોને કારણે અનેક દેશોમાં કૃષિ ઉત્પાન ઘટ્યું છે. જેથી ચીનની મુશ્કેલી વધી છે.

હાલ ચીન અન્નસંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન ચાઇના એકેડમી ઑફ સાયન્સના એક રિપોર્ટ મુજબ, માત્ર બેજિંગ અને શાંઘાઇમાં લોકો દર વર્ષે એટલું જમવાનું બગાડે છે કે જેટલા ભોજનથી 3થી 5 કરોડ લોકોને આખું વર્ષ ખવડાવી શકાય. ખાદ્યાન્ન કટોકટી વચ્ચે ચીન સરકાર ભોજનનો બગાડ કરવાની લોકોની આ ટેવ બદલવા માગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code