Site icon Revoi.in

ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડોડામાં ભારતીય સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કેપ્ટન શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદીઓ હથિયાર મુકીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા જવાનોએ હથિયારો જપ્ત કર્યાં હતા. જ્યારે આતંકવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે ડોડામાં ઓપરેશન અસર ચાલી રહ્યું છે, જેમાં 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા. વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું છે કે, ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની શોધ ચાલુ છે. ઓપરેશન દરમિયાન યુદ્ધમાં વપરાતા હથિયારો જેવા હથિયાર મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.

સુરક્ષા દળોને માહિતી મળી હતી કે જમ્મુના ઉધમપુર જિલ્લાના પટનીટોપ અને ડોડા જિલ્લાના અસરના સરહદી જંગલોમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે 7:00 થી 8:00 વાગ્યાની વચ્ચે, સુરક્ષા દળો એક સ્થળ પર પહોંચ્યાં હતા, જ્યાં આતંકવાદીઓ આરામ કરી રહ્યા હતા. એટલું જ નહીં આતંકીઓએ ત્યાં હથિયારો અને દારૂગોળો રાખ્યો હતો.

સુરક્ષા દળોને જોઈને આતંકવાદીઓ સ્તબ્ધ થઈ ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સુરક્ષા દળોએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષાદળોથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ તરત જ જગ્યા ખાલી કરવી પડી હતી. આતંકવાદીઓ તેમની એક M4 કાર્બાઈન અને કેટલાક દારૂગોળો છોડીને ભાગી ગયા હતા. સેનાના જવાનોએ ઘટના સ્થળેથી દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા છે.

#DodaEncounter, #TerrorismInDoda,  #JawanMartyred, #SecurityForcesClashWithTerrorists,  #DodaTerrorAttack, #IndiaFightsTerrorism, #TributeToMartyrs, #DodaOperation, #AntiTerrorismOperation, #IndianArmedForces

 

Exit mobile version