1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ – જાણો શું છે મામલો
અભિનેતા પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ – જાણો શું છે મામલો

અભિનેતા પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ – જાણો શું છે મામલો

0
Social Share
  • પરેશ રાવલ વિવાદમાં સપડાયા
  • બંગાળીઓ સામે વિવાદીત ટિપ્પણી કરતા પોતે વિવાદમાં આવ્યા
  • કોલકાતા પોલીસ સ્ટેશને તેમના વુરુદ્ધ ફરીયાદ નોંધી

દેશભરમાં ગુજરાતની ચૂંટણીને લઈને અનેક પાર્ટી એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતી જોવા મળી રહી છે ત્યારે કેટલાક નેતાઓ અનેક વિવાગીત નિવેગનને લઈને ચર્ચામાં છે ,ત્યારે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ પણ વિવાગદમાં સપડાયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિનેતા સામે કોલકાતા પોલીસ સ્ટચેશનમાં ફરીયાદ નોંધાઈ છે, વાત જાણેએમ છે કે બીજેપીના પ્રચાર દરમિયાન તેમણે બંગાળીવાસીઓ માટે અપશબ્દનો પ્રયોગ કર્યો હતો.

ભાજપ માટે પ્રચાર કરતી વખતે બંગાળીઓ પર ટિપ્પણી કર્યા બાદ અભિનેતા પરેશ રાવલ એક મોટા વિવાદમાં ફસાયા છે. બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે અભિનેતા પરેશ રાવલ પર તેમની અભદ્ર ટિપ્પણીઓ માટે નિશાન સાધ્યું છે. તે જ સમયે, પૂર્વ સાંસદ અને CPI(M) નેતા મોહમ્મદ સલીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સલીમે આરોપ લગાવ્યો હતો કે રાવલની ટિપ્પણી ઉશ્કેરણીજનક છે અને “હુલ્લડો ભડકાવી શકે છે અને બંગાળીઓ અને અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતાને નષ્ટ કરી શકે છે”.સલીમની ફરિયાદમાં જણાવાયું છે કે, “રાજ્યની સરહદોની બહાર મોટી સંખ્યામાં બંગાળીઓ રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલની અભદ્ર ટિપ્પણીઓને કારણે તેમાંથી ઘણાને પૂર્વગ્રહ અને અસર થશે.

ત્યારે હવે IPC કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોથી વંચિત રાખવું), 504 (ઉશ્કેરણી) 505 હેછળ અપમાન  ઈરાદાપૂર્વક કરવાના મામલે અભિનેતા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code