1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામલલાની સ્થાવર મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ, આચાર્યોએ શિલાનું પૂજન કરી કાર્યનો કર્યો આરંભ
અયોધ્યા રામલલાની સ્થાવર મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ, આચાર્યોએ શિલાનું પૂજન કરી કાર્યનો કર્યો આરંભ

અયોધ્યા રામલલાની સ્થાવર મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ, આચાર્યોએ શિલાનું પૂજન કરી કાર્યનો કર્યો આરંભ

0
  • રામ મંદિરમાં રામલલાની સ્થાવર મૂર્તિની નિર્માણકાર્ય શરુ
  • પૂજા અર્ચના કરીને કાર્યનો આરંભ કરાયો

અયોધ્યાઃ- અયોધ્યાનું બની રહેલું રામ મંદિર લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે. ખૂબ જ આતુરતા પૂર્વક આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે અત્યારથી જ ભક્તોમાં મંદિરને લઈને ભઆરે ઉત્સાહ જોવા મળ્યો છે તો સાથે બીજી તરફ રામલલાની સ્થાવર મૂર્તિના નિર્માણકાર્યનો આજથી આરંભ થઈ ચૂક્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રી રામજન્મભૂમિમાં શ્રી રામલલાની સ્થાવર મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે. આ મૂર્તિ 52 ઈંચની હશે. આ સાથે જ તેનો પાયો લેતાં મૂર્તિની કુલ ઊંચાઈ આઠ ફૂટ જેટલી થશે. રામલલા સહિત ચાર ભાઈઓની મૂર્તિ, જે હાલમાં અસ્થાયી ગર્ભગૃહમાં પૂજાય છે, મંદિરમાં ઉત્સવની મૂર્તિ તરીકે સ્થાપિત કરવામાં આવશે.

આ સહીત  રામલલાની સ્થાવર મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. મૂર્તિના નિર્માણમાં કર્ણાટકના 5 કારીગરો પોતાની કલાકારીથી કાર્ય કરી રહ્યા છે.જાણકારી અનુસાર આ 4 થી 5 મહિનામાં મૂર્તિ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

જાણકારી પ્રમાણે આજરોજ 24 મેના દિવસની સવારે કારસેવકપુરમ વેદ વિદ્યાલયના આચાર્ય પં. ઇન્દ્રદેવ મિશ્રાના માર્ગદર્શન હેઠળ  11:57 કલાકે વૈદિક પંડિતોએ શ્યામ શિલાની પૂજા કરવામાં આવી હતી.આજરોજથી રામ મંદિરમાં રામલલાની સ્થાવર મૂર્તિની નિર્માણકાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે જેની લાખો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે મંદિર નિર્માણ વર્ષ 2024ના પૂર્ણ થવાની આશઆ સેવાઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.