1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિંમતનગર-ગાંભાઈ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 મહિલાના મોત
હિંમતનગર-ગાંભાઈ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 મહિલાના મોત

હિંમતનગર-ગાંભાઈ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 મહિલાના મોત

0
Social Share

હિંમતનગર, 9 જુન, 2026 : 3 women die in accident between car and rickshaw જિલ્લાના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક આજે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, હિમતનગર નજીક ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક આજે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના પાછળ રિક્ષા ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી વખતે રિક્ષા ચાલકે અચાનક અને પૂરપાટ ઝડપે ટર્ન લીધો હતો, જેના કારણે સામેથી આવી રહેલી કારના ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો અને બંને વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાના ફુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર ત્રણેય મહિલાઓએ ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવને લીધે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,

આ અકસ્માતના બનાવની જાણ થતા ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને ત્રણેય મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ સાથે જ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે. આ અકસ્માતને લીધે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code