Homeગુજરાતીકોરોના: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ નોંધાયા

કોરોના: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ નોંધાયા

  •  કોરોનાવાયરસ કેસ અપડેટ
  • ભારતમાં નવા કેસોમાં 4.3% ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ

દિલ્હી:દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને રોજેરોજ વધઘટ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા નોંધાયેલા કેસોમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4.3 ટકાના ઘટાડા સાથે 2,706 કેસ નોંધાયા છે.જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના કારણે 25 લોકોના મોત થયા છે.આ સાથે દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 524,611 થઈ ગઈ છે.

જો કે સરકાર દ્વારા અને લોકો દ્વારા કોરોનાને હરાવવા માટે અનેક અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

 

સંબંધિત લેખો

Most Popular