Homeગુજરાતીકોરોનાના કેસોમાં ભારે ઉછાળો - દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ...

કોરોનાના કેસોમાં ભારે ઉછાળો – દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ, સક્રિય કેસો 58 હજારને પાર

  • છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
  • 3 મહિના બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે કોરોનાના કેસે 12 હજારનો આંકડો વટાવી લીધો છે ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી કોરોનાના  વધુ કેસ આવી રહ્યા છે

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 12 હજાર 213 નવા કેસ નોંધાયા છે અને  સાથે 11 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 

જો સાજા થનારા લોકોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 7 હજાર 624 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં આ વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,26,74,712 પર પહોંચી ગઈ છે.

 જો સરકારી આંકડાઓ પર નજર કરીએ તો  હાલમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 58 હજાર 215 જોવા મળી રહી છે. આ સાથે જ હાલમાં સાજા થવાનો દર  98.65 ટકા જોવા મળ્યો છે, તો બીજી તરફ દૈનિક સકારાત્મકતા દર 2.35 ટકા જોવા મળે છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 2.38 ટકા છે.

ઉલ્લેખનીય છે કે બુધવાર કોવિડ-19 ના 8,822 નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસના કોરોના કેસમાં ત્રણ હજારથી વધુનો ઉછાળો આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular