1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત
કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત

કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત

0
Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દરમિયાન ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની માલિકીની કંપની એચએલએલ લાઇફકેર લિમિટેડે અમેરિકામાં મેસર્સ જિલીડ સાયન્સિસ ઇન્ક યુએસએ અને ઇજિપ્તની ફાર્મા કંપની મેસર્સ ઇવા ફાર્માને રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇન્ક. યુએસએ 75,000થી 1,00,000 ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે. ઉપરાંત 100000 ઇન્જેક્શન 15 મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે. ઇવા ફાર્મા અંદાજે 10,000 ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર 15 દિવસે કે જુલાઈ સુધીમાં 50,000 વાયલ પ્રદાન કરશે.

સરકારે દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા વધારી છે. લાઇસન્સ ધરાવતી સાત સ્થાનિક કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા દર મહિને 38 લાખથી વધારીને દર મહિને 1.03 કરોડ કરી છે. સાત દિવસમાં દવા ઉત્પાદક કંપનીઓએ સમગ્ર દેશમાં કુલ 13.73 લાખ ઇન્જેક્શન પૂરા પાડ્યાં છે. 11 એપ્રિલના રોજ રોજિંદો પુરવઠો 67,900 ઇન્જેક્શનનો હતો, જે 28 એપ્રિલ, 2021ના રોજ વધીને 2.09 લાખ ઇન્જેક્શન થયો હતો. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેમડેસિવિરના પુરવઠાની સરળ અવરજવર માટે સુવિધા આપવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

સરકારે ભારતમાં રેમડેસિવિરની નિકાસ વધારવા પર પ્રતિબંદ પણ મૂક્યો છે. લોકોને ઇન્જેક્શન વાજબી દરે મળે એ સુનિશ્ચિત કરવા એનપીપીએએ 17 એપ્રિલ, 2021ના રોજ મહત્તમ છૂટ કિંમતમાં સુધારો જાહેર કર્યો હતો, જેથી તમામ મુખ્ય બ્રાન્ડની કિંમત ઇન્જેક્શન દીઠ ઘટીને રૂ. 3500 થઈ છે. તેમજ રેમડેસિવિરના ઉત્પાદનમાં ઉપયોગી એવા એપીઆઈ અને બીટા સાયકલોડેક્સટ્રિન પર કસ્ટમ ડ્યુટી માફ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code