1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી: મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં ભીષણ આગ, 3ના મોત
દિલ્હી: મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં ભીષણ આગ, 3ના મોત

દિલ્હી: મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં ભીષણ આગ, 3ના મોત

0
Social Share

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના મજલિસ પાર્ક વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમની નાની બાળકીનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી ફાયર સર્વિસને મધરાતે આશરે 2:30 વાગ્યે આગ લાગવાની જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ક્વાર્ટર્સની અંદર ફસાયેલા પરિવારને બચાવી શકાયો નહોતો. ફાયરના જવાનોએ તપાસ દરમિયાન ઘરની અંદરથી ત્રણ વ્યક્તિઓના બળેલા મૃતદેહ બહાર કાઢ્યા હતા. આખું ઘર જોતજોતામાં આગની લપેટમાં આવી ગયું હતું.

પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મેટ્રો સ્ટાફ અને સ્થાનિક રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code