1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ પડશે,IMDએ યલો એલર્ટ કર્યું જારી
દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ પડશે,IMDએ યલો એલર્ટ કર્યું જારી

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ પડશે,IMDએ યલો એલર્ટ કર્યું જારી

0
Social Share
  • દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે
  • ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ
  •  IMDએ યલો એલર્ટ કર્યું જારી   

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે.જ્યાં તાજેતરમાં તાપમાનમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે.જોકે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સ્વચ્છ છે.તો, હવામાન વિભાગ અનુસાર, આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે.આ પરિવર્તન માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં થશે.કહેવામાં આવી રહ્યું છે કે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.ઉતર પ્રદેશમાં 24 થી 26 ફેબ્રુઆરી સુધી આ મુજબ જ વરસાદ થશે.

વાસ્તવમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આંશિક વાદળછાયું રહેશે. જ્યાં 25 અને 26 ફેબ્રુઆરીએ રાજધાનીમાં ગાજવીજ અને ચમક સાથે હળવો વરસાદ પડી શકે છે.તો મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની સંભાવના છે. 25મી ફેબ્રુઆરીએ હવામાન વધુ બગડશે અને હળવો વરસાદ પડવાની શક્યતા છે.આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને સૂર્ય ગેરહાજર રહેશે.તો, 26 ફેબ્રુઆરી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પછી હવામાન સ્વચ્છ થશે અને 28 ફેબ્રુઆરીએ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.ત્યારબાદ હવામાન ફરી એકવાર સ્વચ્છ થશે.

દિલ્હી NCRને અડીને આવેલા નોઈડામાં 24 ફેબ્રુઆરીએ પણ વરસાદ પડી શકે છે.જ્યાં શુક્રવારે ગુડગાંવમાં હવામાન ખુલ્લું રહેવાની શક્યતા છે,પરંતુ શનિવારે વરસાદ પડી શકે છે.જોકે, IMDનું કહેવું છે કે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.તો, ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન પર ચક્રવાતની સ્થિતિ અને દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર બનેલા ચક્રવાતની સ્થિતિને કારણે પવન ફૂંકાઈ શકે છે.દિલ્હીમાં આગામી 2-3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code