1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસની અટકાયત  – ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી ISI ને પહોંચાડતો હતો
રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસની અટકાયત  – ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી ISI ને પહોંચાડતો હતો

રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસની અટકાયત  – ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી ISI ને પહોંચાડતો હતો

0
  • ISIને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી પહોંચાડતો જાસૂસ ઝડપાયો
  • રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરાઈ

દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ પ્રજાસત્તાક દિનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ દુશ્મન દેશોની જનર આપણા દેશ પર છે .ત્યારે આવી સ્થિતિમાં દેશની સુરક્ષા એજન્સીઓ દેશની રક્ષા કરવા ખડેપગે જોવા મળી રહી છે. સમગ્ર સ્થિતિને લઈને ખાસ ચેકિંગ અને શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.ત્યારે રાજસ્થાન પોલીસે જેસલમેર વિસ્તારમાં એક પાકિસ્તાની જાસૂસની અટકાયત કરી છે.

આ આરોપીને પકડવા માટે રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી પ્રયત્નો કરી રહી હતી,આ ધરકડ કરાયેલા જાસૂસની ઓળખ જેસલમેરના લાઠી ગામનો રહેવાસી સત્યનારાયણ પાલીવાલ તરીકે કરાવવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇને ભારતીય લશ્કરની અનેક માહિતી પહોંચાડનાવું દેશ વિરોધી કાર્ય કરતો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, સત્યનારાયણ પાલીવાલ છેલ્લા કેટલાક સમયથી અમારી જનરે ચડ્યો હતો, તેની ધરપકડ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા,કારણ કે તેને અનેક ઠોસ પુરાવા સાથે ઝડપવાનો હતોકેટલાક સમયથી સત્યનારાયણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના એક એજન્ટના સંપર્કમાં હતો. ભારતીય લશ્કરની સંવેદનાત્મક માહિતી તે ત્યા પહોંચા઼વાનું દેશ વિરોધી કાર્ય કરી રહ્યો હતો.

વિતેલા દિવસને રવિવારના રોજ તેની ઓફિશ્યલ સિક્રેટ ઇન્ફ્રમેશન એક્ટ હેઠળ ઘરપકડ કરવામાં આવી છે, રાજસ્થાન પોલીસના એડિશનલ પોલીસ કમિશનરમિશ્રાએ કહ્યું કે, તેના મોબાઇલ ફોનમાંથી ભારતીય લશ્કરના કેટલાક દસ્તાવેજોની નકલ  પણ ઝપ્ત કરાઈ છે. ત્યાર બાદ હવે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.