1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ડાયમંડ એસો. સંચાલિત સ્કૂલનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત, એક ગંભીર
સુરતમાં ડાયમંડ એસો. સંચાલિત સ્કૂલનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત, એક ગંભીર

સુરતમાં ડાયમંડ એસો. સંચાલિત સ્કૂલનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત, એક ગંભીર

0
Social Share

સુરતઃ શહેરમાં ધારૂકા કેમ્પસમાં આવેલી સુરત ડાયમંડ એસોસિયેશન સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં સ્લેબ ઉતારવાની કામગીરી ચાલી હતી. તે દરમિયાન એકાએક ધડાકા સાથે સ્લેબ તૂટી પડતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ હાથ ધરી ચારેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, બે શ્રમિક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સવારે ગેટનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડતા ત્રણથી ચાર શ્રમિકો સ્લેબના કાટમાળમાં દબાયા હતા, આ બનાવની જાણ થતાં જ આજુબાજુના  સ્થાનિક લોકે દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડ, પોલીસ અને 108ને જાણ કરી હતી, ફીયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવીને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ડાયમંડ એસો. સંચાલિત ગર્લ્સ સ્કૂલનો ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર શ્રમિકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.

કાપોદ્રા ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કાપોદ્રા ફાયર સ્ટેશને બેઠા હતા ત્યારે એનસીસીના વિદ્યાર્થીઓએ અમને જાણ કરી હતી કે, સ્કૂલનો સ્લેબ પડ્યો છે અને માણસો દબાયેલા છે. આથી અમે તાત્કાલિક ફાયર ફાઈટર રવાના કર્યું હતું. આ ઉપરાંત પુણા ફાયર સ્ટેશનથી એક ગાડી રવાના કરી હતી. ઘટનાસ્થળે આવીને જોયું તો એક વ્યક્તિ પગના ભાગેથી દબાયેલો જોવા મળ્યો હતો. આથી તેનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી 108માં હોસ્પિટલ રવાના કરી હતી. બીજી વ્યક્તિ ખભાના ભાગેથી દબાયેલો હતો. આથી સ્લેબ ઊંચકાવતા તેની પાછળ બીજો વ્યક્તિ દબાયેલો હતો. તેનું પણ રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code