
ભૂલથી પણ પેક ના કરો પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું, આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનરકારક
આજની ફાસ્ટ લાઈફમાં લોકો ઘણીવાર ઉતાવળમાં કામ કરે છે. જે લોકો સવારે ઓફિસમાં જાય છે તેમના માટે સવારનો સમય ખુબ મુશ્કેલી ભર્યો હોય છે. લોકો ક્યારેક નાસ્તો કરી શકે છે તો ક્યારેક નથી કરી શકતા. તેના સિવાય ટિફિન પણ ઉતાવળમાં લઈને ઘરેથી નિકળી જાય છે.
એવામાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે. જ્યારે લોકો ઉતાવળમાં ઘરેથી નિકળે છે, તો ગરમ જમવાનું પ્લાસ્ટિકના ટિફઇનમાં પેક કરીને લઈ જાય છે. પણ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકના ટિફિનમાં ગરમ જમવાનું પેક કરીને લઈ જવું સ્વાસ્થ્ય પર ખતરનાક અસર નાખી શકે છે.
• પ્લાસ્ટિકના ટિફિનમાં ગરમ ભોજનના નુકશાન
પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું પેક કરવાથી ઘણુ નુકશાન થાય છે. જ્યારે તમે આવું કરો છો તો પ્લાસ્ટિકમાં હાજર રસાયણ ભોજન સાથે મિક્ષ થઈ જાય છે. જે શરીરની અંદર જઈને બીમારી પેદા કરે છે. તેનાથી કેન્સર થવાની સંભાવના છે. તેના સિવાય પ્લાસ્ટિકમાં હાજર રસાયણ બાળકોના વિકાસમાં સમસ્યા સર્જે છે.
• આ બીમારીઓનો ભય
પ્લાસ્ટિકમાં રહેલા કેટલાક રસાયણો હોર્મોન્સનું સંતુલન બગાડે છે. જેને કારણે ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતા છે. જો તમે એવું રોજ કરો છો તો થાઈરોઈડ થવાની શક્યતા વધી જાય છે. પ્લાસ્ટિકમાં કેટલાક રસાયણો સ્કિનનની એલર્જી જેવી દિક્કતનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકના ડબ્બામાં વધારે ગરમ ખોરાક પેક કરવાથી પ્લાસ્ટિક ઓગળવાની શક્યતા વધી જાય છે. જેના લીધે બેક્ટેરિયા ફેલાવાનો ભય રહે છે. આનાથી બચવા માટે, તમે કાચ કે સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો.