1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં નશામાં ધૂત કારચાલકે અનેક વાહનોને ટક્કરમારી, લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો
વડોદરામાં નશામાં ધૂત કારચાલકે અનેક વાહનોને ટક્કરમારી, લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે અનેક વાહનોને ટક્કરમારી, લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો

0
Social Share

વડોદરાઃ શહેરના મકરપુરા વિસ્તારમાં રાતના સમયે નશામાં ધૂત થઇ એક કાર ચાલકે  પૂરઝડપે કાર ચલાવીને અનેક વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોકોએ કાર ચાલકનો પીછો કરીને ઝપડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યા બાદ મકરપુરા પોલીસને હવાલે કર્યો હતો. નશાની હાલતમાં કારચાલકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, વડોદરાના મકરપુરા વિસ્તારમાં માણેજા ક્રોસિંગ પાસે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવીને અનેક વાહનોને અડફેટમાં લીધા હતા, તેમજ 4 રાહદારીને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને  કારચાલકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. અને ઉશ્કેરાયેલા ટોળાંએ નશાબાજ કારચાલક યુવકને મેથીપાક ચખાડ્યો હતો. યુવકનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મકરપુરા વિસ્તારમાં એક નશામાં ધૂત ચાલકે રાત્રીના સમયે પુરઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા. ચાલક એટલી હદ દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીયરિંગ પર કાબૂ રહ્યો ન હતો અને પોતાના કાર રોંગ સાઇડ પર ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે અન્ય વાહનચાલકો અડફેટેમાં આવી જતા ઘણા લોને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકોને પીછો કરીને કરીને તેને પકડ્યો હતો અને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માણેજા ક્રોસિંગ પાસે મોઇનપાર્ક રહેતા વૈશ મહમદ સફીક પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code