Homeગુજરાતીગુજરાતકોરોનાને લીધે ખોડલધામ પાટોત્સવમાં હવે 400 લોકો મહાયજ્ઞમાં ભાગ લેશે, VIPને...

કોરોનાને લીધે ખોડલધામ પાટોત્સવમાં હવે 400 લોકો મહાયજ્ઞમાં ભાગ લેશે, VIPને આમંત્રણ નહીં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવ ધામધૂમથી ઊજવવાનું આયોજન કરાયું હતું પણ કોરોનાના વધતા કેસને લીધે હવે પાટોત્સવમાં સરકારી ગાઈડ લાઈનનું સંપૂર્ણરીતે પાલન કરવામાં આવશે.પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહા આરતીમાં ભાગ લઈ શકશે. પાટોત્સવમાં કોઈ વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવશે નહીં

રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી. બાદમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યા નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. (file photo)

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img