1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુંબઈમાં ભારે વરસાદને લીધે અમદાવાદ જતી-આવતી ફ્લાઈટ્સ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા
મુંબઈમાં ભારે વરસાદને લીધે અમદાવાદ જતી-આવતી ફ્લાઈટ્સ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

મુંબઈમાં ભારે વરસાદને લીધે અમદાવાદ જતી-આવતી ફ્લાઈટ્સ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

0
Social Share

અમદાવાદઃ મહાનગરી મુંબઇમાં ગઈકાલે સાંજે અને મોડી રાત્રે 11 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને લીધે ટ્રેન અને હવાઈ સેવાને અસર પહોંચી હતી. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉડાન ભરતી દેશ-વિદેશની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને મુંબઈ ઉતરાણ કરવાની હતી, તે તમામને અસર થઈ હતી.જેના લીધે હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. મુંબઇ આવતી-જતી અનેક ફ્લાઇટને અસર થશે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટની કનેક્ટિવિટી પણ વધુ છે, જેથી અમદાવાદ આવતા અને જતા મુસાફરોને પણ મુશ્કેલી પડી હતી. અનેક ડોમેસ્ટીક ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા વિલંબથી ઉડાન ભર્યુ હતું.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં ભારે વરસાદને કારણે સવારના 11:00 વાગ્યા સુધીમાં મુંબઇથી અમદાવાદ આવતી ચાર ફ્લાઇટ અને ગઈકાલે સાંજે પણ બે ફ્લાઇટ 1 કલાકથી લઇને સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી. આ ઉપરાંત અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટને મુંબઈના વાતાવરણને કારણે એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી ક્લિયરન્સ ન મળતા અમદાવાદથી મુંબઈ જતી બે ફ્લાઈટ દોઢથી 2 કલાક મોડી થઇ હતી. જ્યારે સવારના 11:00 વાગ્યા સુધીમાં 6 ફ્લાઇટ 2 કલાક જેટલા સમય માટે મોડી થઇ હતી. આ ઉપરાંત જે ફ્લાઇટ તેના નિશ્ચિત સમય પર તેની થોડીક મિનિટોમાં ટેકઑફ થઈ હતી, તે પણ ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ લાંબા સમય પછી મુંબઈ એરપોર્ટ પહોંચી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  દિલ્હીમાં ગત સપ્તાહે એરપોર્ટ પર શેડ તૂટી પડતા તમામ ફ્લાઇટને ટર્મિનલથી ઓપરેટ કરવામાં આવી રહી છે, જેને કારણે આજે દિલ્હીથી આવતી અને જતી અનેક ફ્લાઇટ વિલંબિત થઇ છે. જેમાં કેટલીક ફ્લાઇટ 1 કલાક તો કેટલીક ફ્લાઈટ તેના સમય કરતા પણ વધુ સમય માટે મોડી પડી હતી  અમદાવાદથી સવારે 11:50 કલાકે અમદાવાદથી ઉડાન ભરીને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી. ફક્ત દિલ્હી અને મુંબઈ જ નહીં, પરંતુ દેહરાદુન, કોચિન, પુણે, ગ્વાલિયર અને નાસિક તથા હૈદરાબાદ જતી ફ્લાઇટ પણ 1 કલાક કરતા વધુ સમય માટે વિલંબિત થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code