Site icon Revoi.in

ગુજરાતમાં બેઋતુને કારણે લોકોમાં શરદી, ખાંસીના કેસમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય છે. જ્યારે રાતના તાપમાનમાં ઘટાડો થતાં બપોરના ટાણે ગરમી અના રાતે ઠંડી એમ બેઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. બેઋતુની લોકોના આરોગ્ય પર અસર થઈ રહી છે. શરદી, ખાંસી, ઉધરસ અને વાયરલ તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓના સરકારી અને ખાનગી દવાખાઓમાં દર્દીઓની લાઈનો જાવો મળી રહી છે.

તબીબોના કહેવા મુજબ હાલમાં શરદી, ખાંસીના કેસો, શ્વાસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન લોકોએ  ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને જો જઉં પડે તેમ હોય તો. લોકો માસ્ક પહેરે તે ઉપરાંત ધૂળ, ઠંડી હવામાં નીકળવું હોય તો એના માટે પૂરતું રક્ષણ લઈને નીકળે, ગરમ કપડાનો ઉપયોગ વધારે કરવો જોઇએ આ બધી કાળજી રાખવી જોઈએ. આ સાથે શિયાળાની ઋતુમાં પૌષ્ટિક આહાર લેવામાં આવે તો  ચોક્કસ શરદી, ખાંસી જેવા રોગો, શ્વસન તંત્ર ના રોગોને કાબુમાં લઈ શકાય, આ દરમિયાન ઠંડાપીણા જેવા પદાર્થોથી દૂર રહેવું જોઇએ.

સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ છે. શિયાળાની શરૂઆત થતા જ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સાંજે અને રાત્રી દરમિયાન ઠંડી અને બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થતો હોવાથી શરદી, ખાંસીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી અને બપોરના ટાણે ગરમીના કારણે લોકોમાં બીમારી જોવા મળી રહી છે. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલમાં શહેરમાં વિવિધ જગ્યાઓ પર આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગતરોજ 226 ટીમ દ્વારા કુલ 334 વિસ્તારોની મુલાકાત લઈ 30,405 ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 12069 મકાનોમાં ફોકિંગ કરવામાં આવી હતી.  ગતરોજ કુલ 28 સેમ્પલ ડેન્ગ્યુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં શહેરના આદર્શ નગર, ગોરવા અને ગોત્રી વિસ્તારમાં આ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. આ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બેવડી ઋતુ પણ અનુભવાય છે. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સાંજે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. તો આ દરમિયાન શ્વસનતંત્રને લગતા રોગો તેમજ વાઇરલ રોગોનો વધારો આંશિક જોવા જ મળતો જ હોય છે. આ ઉપરાંત હાલમાં અમારી SSG હોસ્પિટલમાં ઓપીડીમાં દૈનિક 2000ની નોંધાઈ રહી છે.

 

Exit mobile version