Site icon Revoi.in

અમદાવાદમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓનો એજ્યુકેશન ફેર યોજાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે. દરમિયાન દુનિયાના વિવિધ દેશની યુનિવર્સિટીઓ પણ ભારતના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દરમિયાન અમદાવાદની જાણીતી હોટલ હયાતમાં મુંબઈ સ્થિત યુએસ કોન્સયુલેટના સહયોગથી અમેરિકાની 40 જેટલી યુનિવર્સિટીઓ દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણે મેળવવાની ઈચ્છા રાખવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં વિવિધ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

અમદાવાદની જાણીતી હોટલ હયાતમાં તા. 21મી ઓગસ્ટના રોજ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તા. 22મી ઓગસ્ટના રોજ પૂણે હોટલ શેરટોન ગ્રાન્ડ પૂણે બુંદ ગાર્ડનમાં એજ્યુકેશન ફેર યોજાયો હતો. જ્યારે 24મી ઓગસ્ટના રોજ મુંબઈની હોટલ સેન્ટ રેજિસ અને 25મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીની ધ લલિત ખાતે એજ્યુકેશન ફેર યોજાશે. સમગ્ર દેશમાં તા. 16મી ઓગસ્ટથી એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. 25મી ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં 8 જેટલા ફેર યોજાશે. દરમિયાન અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ જણાવ્યું હતું કે, ધ એજ્યુકેશન યુએસએ અમેરિકામાં ઉપલબ્ધ શૈક્ષણિક તકો માટેનું આ એક  મહત્વનું પ્લેટફોર્મ છે.  વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ કે બિઝનેસ જેમાં પણ રસ હોય તેના પ્રોગ્રામ તેમના તમામ સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ બનશે. આ એજ્યુકેશન ફેરમાં જે તે કોલેજ કે યુનિવર્સિટીના પ્રતિનિધિ તમને કોલેજ એપ્લિકેશન, એડમિશન, સ્કોલરશિપ, કેમ્પસ લાઇફ અને વિઝા પ્રોસેસ સહિતની માહિતી પૂરી પાડે છે.

યુએસકોન્સયુલેટ મુંબઈ ઓફિસના કલ્ચરલ અધિકારી રોબર્ટ એન્ડરસને જણાવ્યું હતું કે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટની  શૈક્ષણિક પધ્ધતિ અને શિક્ષણક્ષેત્ર પર કોઈ ખરાબ  અસર પડશે નહીં, પરંતુ શિક્ષણ ને મદદરુપ થશે. દરમિયાન યુ એસના વિઝા ઓફીસર મોરીસીઓ પારાએ  ગુજરાતી વિદ્યાર્થીઓને વિઝા આપવામાં ભેદભાવ રાખવામાં આવતો સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, યુએસ વીઝા ઓફિસ ધ્વારા હંમેશા યુએસમાં અભ્યાસ કરવા માટે રજુ કરેલ પોર્ટફોલીઓમાં રજુ કરેલ કાગળ જો વ્યવસ્થિત હોય તો  તેમને વિઝા લેવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. અહીં અમે ભારતીય વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળે મદદરુપ થવા ખાસ એજયુકેશન ફેરનું આયોજન કરેલ છે.

 

#EducationFair #AmericanUniversities #StudyInUSA #HigherEducation #GujaratStudents #USConsulateMumbai – #HotelHyatt #EducationUSA #OverseasEducation #StudentVisa #USAmbassador #EricGarcetti #ArtificialIntelligence #EducationSector #IndianStudents #USAEducation #GlobalEducation #CareerGuidance  #EducationAbroad #UniversityFairs #EducationMatters #Learning #StudentLife #CareerGoals #HigherEd  #EducationNews #UniversityLife #StudentSuccess #EducationFair2024

Exit mobile version