1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી
અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

0
Social Share

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નાવીરનીકરણ સાંપ્રત વિષયોને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.

આ ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ સારું પડેલું છે તેને બહાર લાવવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણનો કોઈ અંત નથી જેટલું શીખો તેટલું ઓછું છે આ ઇનોવેટીવ ફેસ્ટિવલ ફેરની 2000 જેટલા શિક્ષકો મુલાકાત લેશે અહીં ૧૬૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં 103 કૃતિઓ પ્રાથમિક શિક્ષણ ને લગતી અને અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ને લગતી કૃતિઓ છે શિક્ષણના સ્તરને સુધારવા માટે અને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે જ્ઞાન સંગમ નામનો નવો પાયલેટ પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓનો સમન્વય કરી શિક્ષણને વધુ સરળ અને વધુ ઉપયોગી બનાવવા માટે બાળકો શિક્ષણની આપ લે કરી શકે તે માટે 1500 પ્રાથમિક અને 500 માધ્યમિક શાળાઓનો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામી છે

તેમણે જણાવ્યું હતું કે એચ ટાટ આચાર્યોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે. આ વર્ષથી બાલવાટિકા એક, બે, ત્રણનું અમલ થશે સાથે 1/6/2023 થી સી.બી.એસ.સી. પેર્ટ્ન પ્રમાણે છ વર્ષે થતા પહેલા ધોરણમાં પ્રવેશ મળવા જઈ રહ્યો છે.

શિક્ષકોમાં વિવેક અને સભ્યતા ખુબ જરૂરી છે. વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ છે. જન કલ્યાણ, પરિવાર, રાષ્ટ્ર નિર્માણનું કામ એ શિક્ષકનું છે આપણી સંસ્કૃતિ રામાયણની સંસ્કૃતિ છે બીજા માટે ઘસાવું બીજા માટે પરોપકાર કરવો તે આપણા આદર્શ છે આ સંસ્કારોનું સિંચન બાળકોમાં કરવાનું છે,  તેમણે જણાવ્યું હતું કે, માં માતૃભાષા અને માતૃભૂમિ આપણા ગૌરવ છે મારી ભાષા મારુ ગૌરવને સ્વીકારીને આપણે ગુજરાતી ભાષાને ગૌરવાંવીત કરવાની છે. ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ અંગ્રેજી ભાષા શીખવી પણ જરૂરી છે પરંતુ ગુજરાતીના ભોગે નહીં અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે વ્યવહારૂ ભાષા છે તે ચોક્કસ શીખવી જોઈએ પરંતુ બાળકને પ્રથમ માતૃભાષા શીખવી ફરજીયાત હોવી જોઈએ તેથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ દ્વિતીય ભાષા ગુજરાતીનો અભ્યાસક્રમ શરૂ કરાવી આપણી ભાષાને ગૌરવ આપવાનું છે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ જળવાઈ તે માટે તમામ શિક્ષકો અને આપણે સહુ સહિયારો પ્રયાસ કરીએ

આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ શિક્ષક એ નોકરી નહીં પરંતુ ધર્મ છે આગામી પેઢી માટે શું કરી શકાય તે વિચારનાર વ્યક્તિ એટલે શિક્ષક ઇનોવેશન કર્યું તે કાયમી નથી સમયઅંતરે નવું અને નવું કંઈકનું કંઈક આવતું રહેશે. બાળકોને શિક્ષણ આપવું તેમનામાં નવું સિંચન કરવું તે શિક્ષકનું કર્તવ્ય છે. બાળકને શિક્ષણ આપતા પહેલા પોતે શીખવું પડશે અને તૈયાર થવું પડશે. અહીં ઉપસ્થિત શિક્ષકોએ વિણેલા મોતી સમાન છે જેમણે બાળકો માટે કંઈક નવીન કરવાની ધગશ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code