1. Home
  2. ગુજરાતી
  3. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

0
Social Share

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની કાંટેની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

છત્તીસગઢમાં વિધાનસભાની 90 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. આજતક અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 40-50, ભાજપાને 36-46 અને અન્યને 1-5, ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર કોંગ્રેસને 46-56, ભાજપને 30-40 અને અન્યને 3-5, જન કી બાત પ્રમાણે કોંગ્રેસને 34-45, ભાજપને 42-52 અને અન્યને 3, ટીવી5 ન્યૂઝ અનુસાર કોંગ્રેસને 56-64, ભાજપને 29-39 અને અન્યને 0-2 અને એબીપી સી-વોટર અનુસાર કોંગ્રેસને 41-53, ભાજપને 36-48 અને અન્યને 0-4 બેઠકો મળે છે. જો વર્ષ 2018ની વાત કરીએ તો કોંગ્રેસનો 68, ભાજપનો 15, જેસીસીનો પાંચ અને બસપાનો બે બેઠક ઉપર વિજય થયો હતો.

રાજસ્થાનમાં ટાઈમ્સનાઉ ઈટીજીના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 56-72, ભાજપાને 108-128 અને અન્યને 13-21,  ટીવી-9 પોલસ્ટ્રેટ અનુસાર કોંગ્રેસને 90-100, ભાજપને 100-100 અને અન્યને 5-15, જન કી બાત અનુસાર કોંગ્રેસને 62-85, ભાજપને 100-122 અને અન્યને 14-15 બેઠકો મળે છે. જો વર્ષ 2018ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસનો 100, ભાજપનો 73, બસપાનો 6, અન્યનો 21 બેઠકો ઉપર વિજય થયો હતો.

મધ્યપ્રદેશની 230 બેઠકો ઉપર મતદાન થયું હતું. જેમાંથી રિપબ્લિક-મેટ્રીજ અનુસાર ભાજપાને 118-130, કોંગ્રેસને 97-107 અને અન્યને 0-7, જન કી બાત અનુસાર ભાજપાને 100-123, કોંગ્રેસને 102-125 અને અન્યને 0-5, ટીવી9 ભારત વર્ષ અનુસાર ભાજપને 106-116, કોંગ્રેસને 111-121 અને અન્યને 0-6 બેઠકો મળી રહી છે. જો વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસનો 114, ભાજપનો 109, બસપાને 2, સપાનો એક અને અન્યનો 4 બેઠક ઉપર વિજય થયો હતો.

તેલંગણાની વાત કરીએ તો જન કી બાત અનુસાર 50થી 45 બેઠક ઉપર બીઆરએસ, 48-64 બેઠક ઉપર કોંગ્રેસ, 7થી 13 બેઠકો ઉપર ભાજપ અને 4-7 બેઠકો ઉપર અન્યનો વિજય થઈ રહ્યો છે. આવી જ રીતે ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર બીઆરએસનો 31-47, કોંગ્રેસનો 63-79, ભાજપનો 2-4 અને અન્યનો 5-7 બેઠકો ઉપર વિજય થઈ રહ્યો છે. વર્ષ 2018માં 88 બેઠકો ઉપર બીઆરએસ, 19 ઉપર કોંગ્રેસ, એક ઉપર ભાજપનો અને 11 બેઠક ઉપર અન્યનો વિજય થયો હતો. તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું.

મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જન કી બાત અનુસાર 10-14 બેઠકો ઉપર એમએનએફ, 5-9 ઉપર કોંગ્રેસ, 0-2 બેઠક ઉપર ભાજપ અને 15-25 બેઠક ઉપર જેપીએમનો વિજય થઈ રહ્યો છે. જ્યારે ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર એમએનએફનો 14-18 બેઠકો ઉપર, 8-10 બેઠકો ઉપર કોંગ્રેસ, 0-2 બેઠક ઉપર ભાજપ અને 12-16 બેઠક ઉપર જેપીએમની જીત થઈ રહી છે. જો વર્ષ 2018ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો એમએનએફનો 27, કોંગ્રેસનો 4, ભાજપનો એક અને જેપીએમનો 8 બેઠક ઉપર વિજય થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code