1. Home
  2. ગુજરાતી
  3. અજય દેવગણના જન્મદિવસ પર ફેંસને મળી ભેટ, ફિલ્મ ‘RRR’ થી એક્ટરનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
અજય દેવગણના જન્મદિવસ પર ફેંસને મળી ભેટ, ફિલ્મ ‘RRR’ થી એક્ટરનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

અજય દેવગણના જન્મદિવસ પર ફેંસને મળી ભેટ, ફિલ્મ ‘RRR’ થી એક્ટરનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

0
Social Share
  • અજય દેવગણના જન્મદિવસ પર ફેંસને મળી ભેટ
  • ફિલ્મ ‘RRR’ થી એક્ટરનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
  • આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થઇ શકે છે

મુંબઈ: બોલિવુડ એક્ટર અજય દેવગણનો આજે જન્મદિવસ છે.તેના જન્મદિવસ નિમિતે ફિલ્મ ‘આરઆરઆર’ માંથી તેનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે..સીતાની જેમ આલિયા ભટ્ટના પહેલા લૂક પછી આરઆરઆરના નિર્માતાઓએ આખરે ફિલ્મમાંથી અજય દેવગણનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર આરઆરઆરના નિર્માતાઓએ અજય દેવગણના જન્મદિવસ પર ફિલ્મમાં અભિનેતા મોશન પોસ્ટરો શેર કરીને ફેંસને આશ્ચર્યચકિત કર્યા છે. અજય દેવગણ અને આલિયા ભટ્ટ ઉપરાંત આરઆરઆર આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ઓલિવિયા મોરિસ,એલિસન ડૂડી અને રે સ્ટીવેન્સન પણ છે.

અજય દેવગણની સાથે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહી છે. થોડા દિવસો પહેલા ફિલ્મ આરઆરઆરના નિર્માતાઓએ આલિયા ભટ્ટનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યો હતો. આલિયા ભટ્ટનો ફર્સ્ટ લૂક પણ તેના જન્મદિવસ પર એટલે કે 15 માર્ચ પર રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં આલિયા સીતાની ભૂમિકા નિભાવી રહી છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટ રામ ચરણની અપોઝીટ જોવા મળશે. તો, જુનિયર એનટીઆર ઓલિવીયા સાથે રોમાંસ કરતા નજરે પડશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણ,રામ ચરણ અને જુનિયર એનટીઆર,સમુથિરકાની,ઓલિવિયા મોરિસ,એલિસન ડૂડી અને રે સ્ટીવનસન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ એક કાલ્પનિક વાર્તા પર આધારિત છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની વાર્તા બે સ્વતંત્રતા સેનાની અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના પાત્રો પર આધારિત છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મને જોવા માટે દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થઈ શકે છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code