1. Home
  2. ગુજરાતી
  3. ભાગેડૂ વિજય માલ્યા પર બનશે ‘ફાઈલ નંબર 323’ નામની ફિલ્મ – અનુરાગ કશ્યપ માલ્યાની ભૂમિકા
ભાગેડૂ વિજય માલ્યા પર બનશે ‘ફાઈલ નંબર 323’ નામની ફિલ્મ – અનુરાગ કશ્યપ માલ્યાની ભૂમિકા

ભાગેડૂ વિજય માલ્યા પર બનશે ‘ફાઈલ નંબર 323’ નામની ફિલ્મ – અનુરાગ કશ્યપ માલ્યાની ભૂમિકા

0
Social Share
  • વિજય માલ્યા પર બનશે ફિલ્મ
  • અનુરાગ કશ્મ ફિલ્મમાં માલ્યાનો રોલ ભજવશે
  • 20 નવેમ્બરથી ફિલ્મનું શૂટીંગ થશે શરુ

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ એક સારા એક્ટર પણ છે,તેમણે ઘણી ફિલ્મોમાં સારી એક્ટિંગ કરી છે ત્યારે હવે તેઓ એક શાનદાર રોલ નિભાવવાની તૈયારીમાં છે.જી હા ભાગેડૂ વિજય માલ્યા પર ફિલ્મ બનવા જઈ રહી છે જેનું નામ છે ફાઈલ નંબર 323 આ ફિલ્મનું શૂટિગં પણ ટૂંક સમયમાં શરુ થનાર છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ભાગેડુ વિજય માલ્યાનો રોલ અનુરાગ કશ્પર ભજવવા જઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે ફિલ્મમાં, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલા રિયલ લાઈફના સ્કેંપની વાત કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ કાર્તિકે કે દ્રારા બનાવવામાં આવી રહી છે.

જો કે એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે વિજય માલ્યા અને અનુરાગ કશ્યપ બંનેનું બોડી સ્ટક્ચર એક બીજા સાથે મળતું હોવાથી આ રોલ માટે તેઓની પસંદગી કરાઈ છે, આ અંગે ફિલ્મના મેકર્સ અનુરાગ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિક.કે પાસે આ ફિલ્મ માટે ખૂબ જ ભવ્ય વિઝન છે અને તે વિજય માલ્યાના પાત્રને તેમાં ખૂબ જ જીવંત અને મજબૂત બનાવવા ઈચ્છે છે જેથી તેઓ પોતાની પસંદગી અનુરાગ કશ્યપ પર ઉતારી રહ્યા છે.આ સાથે જ માલ્યાના પાત્રને વધુ જીવંત બનાવવા માટે અનુરાગ કશ્યપને આ  પ્રોસ્થેટિક મેકઅપ  કરાવવામાં પણ આવશે. જોકે, હજુ સુધી ફિલ્મમાં અન્ય પાત્રોના રોલને લઈને કોઈ માહિતી શેર કરાઈ નથી.ર, ફિલ્મ ‘ફાઈલ નંબર 323’નું શૂટિંગ 20 નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે.

જો ફિલ્મના નામ વિશે વાત કરવામાં આવે તો  કાર્તિકની આ ફિલ્મનું નામ ‘ફાઈલ નંબર 323’ રાખવામાં આવ્યું છે.જેમાં માલ્યાની સ્ટોરી મેઈન હશે તેના દ્રારા કરવામાં આવેલા કૌંભાડ આજૂબાજૂ ફિલ્મની વાર્તા ફરતી જોવા મળશે.

જો ફિલ્મના લોકેશન વિશે વાત કરીએ તો  યુકે સહિત યુરોપના અનેક  દેશોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી શકે છે.  ફિલ્મને આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ કરવાનો પ્લાન બનાવાઈ રહ્યો છે..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code