Homeગુજરાતીજીવનશૈલીચક્રવાત મુરાસુનો કહેર! આંધ્રપ્રદેશમાં 9 માછીમારો ફસાયા, 4ના મૃતદેહ મળ્યા; 5ની શોધ...

ચક્રવાત મુરાસુનો કહેર! આંધ્રપ્રદેશમાં 9 માછીમારો ફસાયા, 4ના મૃતદેહ મળ્યા; 5ની શોધ ચાલુ

ઓંગોલ, 05 નવેમ્બર 2026: ચક્રવાત ‘મુરાસુ’ને કારણે થયેલી તબાહીના નિશાન હજુ પણ જોવા મળે છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાતને કારણે હોડી પલટી જવાથી ગુમ થયેલા તમિલનાડુના ચાર માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ ઘટના તાજેતરમાં ‘મુરાસુ’ ચક્રવાત દરમિયાન બની હતી. ચારેય માછીમારોના મૃતદેહો હવે મળી આવ્યા છે.

ડીએમ પી. રાજા બાબુએ આ આપી માહિતી

પ્રકાશમ જિલ્લાના કલેક્ટર પી. રાજા બાબુએ જણાવ્યું હતું કે, માછીમારો 29 ઓક્ટોબરે ચેન્નાઈથી સમુદ્રમાં નીકળ્યા હતા. ચક્રવાતને ધ્યાનમાં રાખીને, તેમને તેમની હોડીઓ સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ, આ ચાર હોડીઓને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લાંગરવામાં આવી હતી, જેમાં ત્રણ હોડીઓ રામાયપટનમ બંદરે અને એક હોડી નિઝામપટનમ બંદરે રાખવામાં આવી હતી.

કુલ નવ માછીમારો ગુમ 

જિલ્લા મેજિસ્ટ્રેટે સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ‘મુરાસુ’ ચક્રવાત દરમિયાન હોડી પલટી જવાથી ગુમ થયેલા તમિલનાડુના ચાર માછીમારોની મૃતદેહો મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે કુલ નવ માછીમારો ગુમ થયા હતા અને બાકીના માછીમારોની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ત્રણ મૃતદેહો તટ પર તણાઈ આવ્યા; એક મૃતદેહ શોધ અભિયાન દરમિયાન મળી આવ્યો

અત્યાર સુધી મળી આવેલા ચાર મૃતદેહોમાંથી ત્રણ કોથાપટનમ ખાતે કિનારે તણાઈ આવ્યા હતા, જ્યારે ચોથો મૃતદેહ શોધખોળ કામગીરી દરમિયાન મળી આવ્યો હતો. ચારેય મૃતદેહોને સ્થાનિક સરકારી જનરલ હોસ્પિટલ (GGH) ખાતે મોકલવામાં આવી રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે તેમણે તમિલનાડુના અધિકારીઓ સાથે વાત કરી છે, જેઓ હાલમાં આંધ્રપ્રદેશ આવી રહ્યા છે.

વધુ વાંચો: રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ, બે લોકોનાં મોત!

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular