દેશમાં પ્રથમ વખત INS વિક્રાંત પર દરિયાની વચ્ચોવચ યોજાશે નૌસેના કમાન્ડરોની બેઠક – 6 માર્ચથી પાંચ દિવસીય કોન્ફોરસ્નનો આરંભ
- પ્રથમ વખત આઈએનએસ પર દરિયાની વચ્ચે નૌસેના કમાન્ડરની બેઠક યોજાશે
- 6 માર્ચથી બેઠકની શરુાત થશે
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કાર્ય કરી રહી છએ અને તેમાં તેને સફળતા પણ મળી છે ત્યારે હવે નૌસેનાના કમાન્ડરોની એક બેઠકયોજાવા જઈ રહી છએ મહત્વની વાત એ છે કે આ બેઠક પહેલી વખત દરિયાની વચ્ચે યોજાશે.
માહિતી પ્રમાણે INS વિક્રાંત પર 6 માર્ચથી દરિયામાં નેવીની કમાન્ડર કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે. આ પાંચ દિવસીય કોન્ફરન્સના પહેલા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ નૌકાદળના ટોચના કમાન્ડરોને સંબોધિત કરશે.
કોન્ફરન્સમાં સુરક્ષા સંબંધિત સૈન્ય અને વ્યૂહાત્મક સ્તરે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. આ ઉપરાંત છેલ્લા છ મહિનામાં નૌકાદળના ઓપરેશન, લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ, માનવ સંસાધન અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન કમાન્ડર હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ પર પણ ચર્ચા કરશે.
આ પ્પથમ વખત છે કે જ્યારે દરિયામાં નેવી કમાન્ડરોની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. અગાઉ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS વિક્રમાદિત્ય બોર્ડ પર જોઈન્ટ કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
હાલમાં INS વિક્રાંત પર ફ્લાઇટ ટ્રાયલ કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં, સ્થાનિક રીતે બનાવેલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) નો પ્રોટોટાઇપ અને રશિયન મૂળના MiG-29K ના નૌકા સંસ્કરણે પ્રથમ વખત કેરિયરમાંથી ઉડાન ભરી અને INS વિક્રાંતથી પ્રથમ વખત ઉડાન ભરી.
tags:
indian nevy