કાશ્મીરના વિકાસ અંગે દુબઈ સાથે થયેલા MOUના પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ કર્યા વખાણ
દિલ્હીઃ પાકિસ્તાનના અનેક પ્રયાસો અને જુઠ ફેલાવવા છતા દુબઈએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશના સભ્ય દેશ દ્વારા કાશ્મીરને લઈને લીધા નિર્ણયના વખાણ ભારતમાં પાકિસ્તાન રહી ચુકેલા અબ્દુલ બાસિતે પણ કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. ભારત માટે આ મોટી સફળતા છે. જ્યારે ઈમરાન ખાનની વિદેશ નીતિને આ મોટો ફટકો છે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રાથમિક સુવિધાઓને વધારે સારી બનાવવા અને ઉદ્યોગોના વિકાસ માટે શ્રીનગરના રાજભવનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને દુબઈ સરકાર વચ્ચે કરાર થયો છે. અબુદ બાસિતમાં ભારતમાં પાકિસ્તાના ઉચ્ચાયુક્ત રહી ચુક્યાં છે. તેમણે પાકિસ્તાના શીષ રાજકીય આગેવાનોમાં એક માનવામાં આવે છે. પોતાના કાર્યકાળમાં તેમણે પાકિસ્તાની દૂતાવાસમાં અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓને પણ નિમંત્રિત કર્યાં હતા.
તેમણે કહ્યું કે, એમઓયુ પર સહી કરનાર ભારત માટે આ સૌથી મોટી સફળતા છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના સભ્યો હંમેશા કાશ્મીર પર પાકિસ્તાનની ભાવનાઓને મહત્વ આપે છે. ઓઆઈસી સભ્ય દેશોએ કેવુ કંઈ નથી કર્યું કે, કાશ્મીર મુદ્દે તેઓ પાકિસ્તાન સાથે નથી ઉભા રહ્યાં હતા. પરંતુ કાશ્મીર મુદ્દે આમારી ભાવનાઓ સાથે રમવું ના જોઈએ.